જમ્મુ અને કાશ્મીરમાં વિધાસભાની ચૂંટણીના છેલ્લા તબક્કામાં ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધી ૬૫.૮૨ ટકા મતદાન થયું હતું. પહેલા બે તબક્કાની સરખામણીએ ત્રીજા અને છેલ્લા તબક્કામાં વધારે વોટિંગ થયું છે
પ્રતીકાત્મક તસવીર
જમ્મુ અને કાશ્મીરમાં વિધાસભાની ચૂંટણીના છેલ્લા તબક્કામાં ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધી ૬૫.૮૨ ટકા મતદાન થયું હતું. પહેલા બે તબક્કાની સરખામણીએ ત્રીજા અને છેલ્લા તબક્કામાં વધારે વોટિંગ થયું છે. લોકોમાં ચૂંટણીને લઈને ખાસો ઉત્સાહ જોવા મળ્યો હતો. વોટ આપવા માટે ગઈ કાલ સવારથી લાંબી લાઇન લાગી હતી. ગઈ કાલે સૌથી વધારે ૭૭.૩૫ ટકા મતદાન જમ્મુની છાંબ બેઠક પર થયું હતું. કાશ્મીર ખીણમાં પણ સારું એવું મતદાન જોવા મળ્યું હતું. હંમેશાં ચૂંટણીનો બહિષ્કાર કરતા બારામુલ્લા, બાંદીપોરા અને કૂપવારામાં ૬૦ ટકા મતદાન નોંધાયું હતું જે છેલ્લા ત્રણ દાયકામાં સૌથી વધારે છે. ચૂંટણીનાં પરિણામ આઠમી ઑક્ટોબરે જાહેર થશે.