આ બન્ને નેતાઓએ બન્ને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા તેમ જ યુક્રેનના યુદ્ધ સહિત ગ્લોબલ તેમ જ મહત્ત્વના પ્રાદેશિક મુદ્દાઓ પર વાતચીત કરી હતી.
યુક્રેનના યુદ્ધનો અંત લાવવા કોઈ પણ શાંતિ પ્રક્રિયામાં જોડાવા તૈયાર
નવી દિલ્હી (પી.ટી.આઇ.) ઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે જર્મન ચાન્સેલર ઓલફ સ્કૉલ્ઝની સાથે અનેક મુદ્દે વાતચીત કરી હતી, જેના પછી વડા પ્રધાને કહ્યું હતું કે ભારત ડિપ્લોમસી અને વાતચીત દ્વારા યુક્રેનના યુદ્ધનો ઉકેલ લાવવા પર ભાર મૂકે છે અને કોઈ પણ શાંતિ પ્રક્રિયામાં યોગદાન આપવા માટે ભારત તૈયાર છે.
આ બન્ને નેતાઓએ બન્ને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા તેમ જ યુક્રેનના યુદ્ધ સહિત ગ્લોબલ તેમ જ મહત્ત્વના પ્રાદેશિક મુદ્દાઓ પર વાતચીત કરી હતી. મોદીએ કહ્યું હતું કે ‘યુક્રેન યુદ્ધની શરૂઆતથી જ ભારત ડિપ્લોમસી અને વાતચીત દ્વારા આ યુદ્ધનો અંત લાવવા પર ભાર મૂકી રહ્યું છે. આતંકવાદ અને અલગાવવાદ વિરુદ્ધ ફાઇટમાં ભારત અને જર્મની એકબીજાને સક્રિયતાથી સહકાર આપી રહ્યા છે.’