તમારી પાસે તો નથીને આવું બૅન્ક-અકાઉન્ટ? બૅન્કિંગ-ફ્રૉડ રોકવા અને કસ્ટમરોને સલામત રાખવા માટે RBIના આદેશથી લેવાયો નિર્ણય, જોકે KYC અપડેટ કરીને આ ખાતાં ફરી ઍક્ટિવ કરી શકાશે
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ નવા વર્ષથી બૅન્ક-અકાઉન્ટના નિયમોમાં ફેરફાર કર્યા છે અને એની અસર દેશના લાખો-કરોડો ખાતાધારકોને પડવાની છે. બૅન્કિંગ-સિસ્ટમને બરાબર બનાવવા માટે RBI ડૉર્મન્ટ, ઇનઍક્ટિવ અને ઝીરો બૅલૅન્સ ખાતાં બંધ કરી દેવાની છે.
ત્રણ પ્રકારનાં ખાતાં
ADVERTISEMENT
ડૉર્મન્ટ ખાતાં એવાં છે જેમાં બે વર્ષ કે એનાથી વધારે સમયથી કોઈ ટ્રાન્ઝૅક્શન થયાં નથી. આ અકાઉન્ટ પર સાઇબર-ક્રાઇમ ગુનેગારોની નજર રહેતી હોય છે. ૧૨ મહિના કે એનાથી વધારે સમય સુધી નિષ્ક્રિય રહેનારાં ખાતાંઓને ઇનઍક્ટિવ ખાતાં કહેવામાં આવે છે. લાંબા સમય સુધી જેમાં બૅલૅન્સ ઝીરો હોય એવાં ખાતાંઓને ઝીરો-બૅલૅન્સ ખાતાં કહેવામાં આવે છે. આ તમામ પ્રકારનાં ખાતાં આજથી બંધ કરી દેવામાં આવશે.
કસ્ટમરોની સલામતી જરૂરી
બૅન્કિંગ સિસ્ટમને વધારે સુવિધાજનક બનાવવા RBIએ વિવિધ બૅન્કોને જણાવ્યું છે. બૅન્કિંગ ટ્રાન્ઝૅક્શનને વધારે સલામત, ટ્રાન્સપરન્ટ અને પ્રભાવી બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આનાથી ફ્રૉડ રોકવામાં મદદ મળશે અને ડિજિટાઇઝેશનને પ્રોત્સાહન મળશે. ખાસ કરીને ઇનઍક્ટિવ ખાતાંના સંભવિત જોખમો અને સાઇબર-ક્રાઇમને ધ્યાનમાં રાખીને આ પગલાં લેવામાં આવ્યાં છે.
KYC અપડેટ કરવું પડશે
આ પ્રકારનાં ખાતાં KYC (નો યૉર કસ્ટમર) અપડેટ કરીને બંધ થતાં અટકાવી શકાય છે. આ માટે બૅન્કમાં જઈને પ્રમાણિત દસ્તાવેજ આપીને ખાતાં ઍક્ટિવ કરી શકાશે.