Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રતન તાતાને PM મોદીએ આપી મોટી જવાબદારી, બનાવાયા PM Cares Fundના ટ્રસ્ટી

રતન તાતાને PM મોદીએ આપી મોટી જવાબદારી, બનાવાયા PM Cares Fundના ટ્રસ્ટી

Published : 21 September, 2022 04:33 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

તન તાતા (Ratan tata) સાથે સુપ્રીમ કૉર્ટના પૂર્વ જસ્ટિસ કેટી થૉમસ (Supreme Court Former Justice Keti Thomas) અને લોકસભાના પૂર્વ ડિપ્ટી સ્પીકર કરિયા મુંડાને  (Kariya Munda) પીએમ કૅર ફન્ડના ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે.

રતન તાતા (ફાઈલ તસવીર)

રતન તાતા (ફાઈલ તસવીર)


દિગ્ગજ ભારતીય ઉદ્યોગપતિ અને તાતા સન્સના (Business Man and The Chairman of Tata Sons) ચેરમેન રતન તાતાને (Ratan tata) એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે. રિપૉર્ટ પ્રમાણે, તેમને પીએમ કૅર ફંડના (PM CARES Fund) નવા ટ્રસ્ટી (New Trustee) નિયુક્ત કરવામાં આવ્યા છે. રતન તાતા (Ratan tata) સાથે સુપ્રીમ કૉર્ટના પૂર્વ જસ્ટિસ કેટી થૉમસ (Supreme Court Former Justice Keti Thomas) અને લોકસભાના પૂર્વ ડિપ્ટી સ્પીકર કરિયા મુંડાને  (Kariya Munda) પીએમ કૅર ફન્ડના ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે.


PM કૅર ફંડમાં જોડાયા આ નવા સભ્યો



રિપૉર્ટ પ્રમાણે, આ સિવાય પણ દેશના કેટલાક મહાન લોકો સલાહકાર સમૂહમાં નૉમિનેટ કરવામાં આવ્યા છે. આમાં કહેવામાં આવ્યું છે કે એડવાઇઝરી બૉર્ડમાં પૂર્વ કૈગ રાજીવ મહર્ષિ, ઇન્ફોસિસ ફાઉન્ડેશનની પૂર્વ ચૅરપર્સન સુધા મૂર્તિ, ઇન્ડિકૉર્પ્સ અને પિરામલ ફાઉન્ડેશનના પૂર્વ સીઈઓ આનંદ શાહનું નામ આપવામાં આવ્યું છે.


પીએમ મોદીની અધ્યક્ષતમાં થઈ બેઠક

મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની અધ્યક્ષતામાં બૉર્ડ ઑફ ટ્રસ્ટીની બેઠક પૂરી થઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) અને નાણાંમંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) હાજર રહ્યાં હતાં. આની સાથે જ નવા ચૂંટાયેલા સભ્યોએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા ટ્રસ્ટીઓનું સ્વાગત કર્યું. જણાવવાનું કે PM CARES ફંડને 2020માં કોરોના મહામારી દરમિયાન કટોકટી રાહત તરીકે બનાવવામાં આવ્યું હતું. આ ફન્ડના અધ્યક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે.


ખુલ્લા દિલે દાન કરે છે રતન તાતા

રતન તાતાનું વ્યક્તિત્વ જુઓ,, તો તે માત્ર બિઝનેસમેન નહીં પણ સાથે એક સાદગીસભર નેક અને દરિયાદિલ મનુષ્ય છે, જે લોકો માટે આદર્શ અને પ્રેરણાસ્ત્રોત પણ છે. તે પોતાના તાતા ગ્રુપ સાથે જોડાયેલા નાનામાં નાના કર્મચારીને પણ પોતાનો પરિવાર માને છે અને તેમનું ધ્યાન રાખવામાં કોઈ જ કસર બાકી રાખતા નથી. આ સિવાય તે કમાણીનો એક મોટો ભાગ દાન કરવા માટે પણ જાણીતા છે.

વડાપ્રધાને કહી આ મોટી વાત

વડાપ્રધાન નાગરિક સહાયતા અને આપાત સ્થિતિ રાહત કોષ (PM CARES Fund)નું ટ્રસ્ટ રજિસ્ટ્રેશન 27 માર્ચ, 2020ના નવી દિલ્હીમાં રજિસ્ટ્રેશન એક્ટ 1908 હેઠળ કરાવવામાં આવ્યું હતું. આ ફન્ડમાં આપવામાં આવેલું દાન કે ડોનેશન સંપૂર્ણ રીતે ટેક્સફ્રી હોય છે. વડાપ્રધાન ઑફિસ પ્રમાણે, પીએમ મોદીએ કહ્યું કે નવા ટ્રસ્ટી અને સલાહકારોની ભાગીદારીથી આ ફંડની કાર્યપ્રણાલીને વ્યાપક દ્રષ્ટિકોણ મળશે. તેમણે કહ્યું કે સાર્વજનિક જીવનમાં તેમનો વ્યાપક અનુભવ, આ કોષને જુદી જુદી સાર્વજનિક જરૂરિયાતો પ્રત્યે વધારે ઉત્તરદાયી બનાવવામાં વધારે ઉત્સાહ આપશે.

આ પણ વાંચો : જ્યારે રતન તાતાએ પૂછ્યો આ પ્રશ્ન, સાંભળીને ચોંક્યા ગડકરી

નોંધનીય છે કે લેખાપરીક્ષણ તરફથી છેલ્લા દિવસોમાં જાહેર નિવેદનમાં માહિતી આપતા કહેવામાં આવ્યું હતું કે કોવિડ 19 મહામારી જેવા કટોકટીના સમય સામે જજૂમવા માટે બનાવવામાં આવેલા વડાપ્રધાન નાગરિક સહાયતા અને રાહત કોષ (પીએમ કૅર ફન્ડ)માં નાણાંકીય વર્ષ 2020 21માં લગભગ ત્રણ ગણો વધારો થયો છે અને આ રકમ 10,990 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જ્યારે આ ફન્ડમાંથી ખર્ચની રકમ વધીને 3,976 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આમાં પ્રવાસી કલ્યા માટે 1,000 કરોજ રૂપિયા અને કોવિડ વેક્સિનની ખરીદી માટે 1,392 કરોડ રૂપિયાથી વધારેની રકમ પણ સામેલ છે.

Whatsapp-channel Whatsapp-channel

21 September, 2022 04:33 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK