૫૧ વૈદિક પંડિતોએ આ દુર્લભ પથ્થરોની પૂજા કરી હતી.
અયોધ્યામાં ગઈ કાલે કારસેવકપુરમમાં નેપાલથી લાવવામાં આવેલા દુર્લભ પથ્થર શાલિગ્રામની પૂજા કરી રહેલા પંડિતો અને સ્થાનિક લોકો.
અયોધ્યા (પી.ટી.આઇ.) : ભગવાન શ્રીરામની મૂર્તિ માટે દુર્લભ પથ્થર નેપાલથી અયોધ્યામાં પહોંચી ગયા છે. આ પથ્થરમાંથી ભગવાન શ્રીરામની મૂર્તિ તૈયાર કરવામાં આવશે અને એ મૂર્તિને શ્રીરામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. બુધવારે રાત્રે આ દેવશિલા અયોધ્યામાં આવી પહોંચી હતી.
આ દુર્લભ પથ્થરો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સમક્ષ રજૂ કરાયા અને એના પગલે ગઈ કાલે બપોરે એમની પૂજા કરવામાં આવી હતી. ૫૧ વૈદિક પંડિતોએ આ દુર્લભ પથ્થરોની પૂજા કરી હતી.
ADVERTISEMENT
નેપાલમાં જાનકી મંદિરના મહંત તપેશ્વર દાસે રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને આ દુર્લભ પથ્થર સોંપ્યા હતા. આ પથ્થરમાંથી ભગવાન શ્રીરામના બાળસ્વરૂપની મૂર્તિ ઘડવામાં આવશે.