ફરલો એક ચોક્કસ સમય માટે મળેલી અસ્થાઇ રજાને કહેવામાં આવે છે, જે કાયદાકીય રીતે સામાન્ય રીતે જેલમાં લાંબા સમય માટે સજા સહન કરતા કેદીઓને આપવામાં આવે છે.
તસવીર સૌજન્ય મિડ-ડે
જેલમાં ઉંમરકેદની સજા કાપતાં બળાત્કારના દોષી ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને 21 દિવસનો ફરલો મળ્યો છે. ફરલો એક ચોક્કસ સમય માટે મળેલી અસ્થાઇ રજાને કહેવામાં આવે છે, જે કાયદાકીય રીતે સામાન્ય રીતે જેલમાં લાંબા સમય માટે સજા સહન કરતા કેદીઓને આપવામાં આવે છે. 2017 બાદથી જેલમાં બંધ ડેરા પ્રમુખને પહેલી વાર જેલમાંથી રજા મળી છે. માહિતી એ છે કે સોમવાર સાંજ સુધી જેલમાંથી બહાર આવી શકે છે.
જણાવવાનું કે ગુરમીત રામ રહીમને 2017માં બે અનુયાયીઓ સાથે દુષ્કર્મના ગુનામાં 20 વર્ષના કારાવાસની સજા સંભળાવવામાં આવી હતી, ત્યાર બાદ સીબીઆઇની એક સ્પેશિયલ કૉર્ટે ડેરાના પૂર્વ પ્રબંધક રંજીત સિંહની 2002માં હત્યા મામલે ડેરા સચ્ચા સૌદા પ્રમુખ અને ચાર અન્યને સોમવારે ઉંમરકેદની સજા સંભળાવી અને તે હાલ રોહતકની સુનરિયા જેલમાં બંધ છે.
ADVERTISEMENT
ગયા વર્ષે ઑક્ટોબરમાં પંચકૂલા કૉર્ટે હત્યા મામલે રામ રહીમ અને ચાર અન્ય - કૃષ્ણલાલ, જસબીર સિંહ, અવતાર સિંહ અને સબદિલને આઠ ઑક્ટોબરના દોષી જાહેર કર્યા. આ મામલે સીબીઆઇએ તેની માટે મોતની સજાની માગ કરી હતી. કૉર્ટે ડેરા પ્રમુખ પર 31 લાખ રૂપિયાનો દંડ પણ લાગૂ પાડ્યો હતો અને અડધી રકમ પીડિત પરિવારને વળતર તરીકે આપવાનો નિર્ણય સંભળાવ્યો હતો.