જાની માસ્ટરની પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO-પૉક્સો) કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી
શેખ જાની બાશા ઉર્ફે જાની માસ્ટર
ધનુષ અને નિત્યા મેનનની ફિલ્મ ‘થિરુચિત્રમબાલમ’માં મેઘમ કરુકથા ગીતની કોરિયોગ્રાફી માટે નૅશનલ ફિલ્મ અવૉર્ડ મેળવનારા જાણીતા કોરિયોગ્રાફર શેખ જાની બાશા ઉર્ફે જાની માસ્ટરને આ અવૉર્ડ-સમારોહમાં હાજરી આપવા માટે તેલંગણની એક કોર્ટે છથી ૧૦ ઑક્ટોબર માટે વચગાળાના જામીન આપ્યા છે. જાની માસ્ટર સામે તેની મહિલા સહકર્મીએ બળાત્કારનો આરોપ લગાવ્યો હોવાથી ૧૯ સપ્ટેમ્બરે ગોવાથી તેની ધરપકડ કરવામાં આવી હતી. જાની માસ્ટરે ‘સ્ત્રી 2’ માટે પણ કોરિયોગ્રાફી કરી છે.
જાની માસ્ટરે ૧૦ ઑક્ટોબરે સવારે ૧૦ વાગ્યે કોર્ટમાં હાજર થવું પડશે અને આ સમયગાળા દરમ્યાન તે બીજા વચગાળાના જામીન માટે અરજી નહીં કરે એવી શરતે રંગારેડ્ડી જિલ્લા કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. આ સમયગાળા દરમ્યાન તે મીડિયાને ઇન્ટરવ્યુ પણ નહીં આપી શકે.
ADVERTISEMENT
જાની માસ્ટરની પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO-પૉક્સો) કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ફરિયાદીનો દાવો હતો કે તેનું જાતીય શોષણ તે સગીર વયની હતી ત્યારથી જાની માસ્ટર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પહેલાં જાની માસ્ટરે તેના પર લગાવવામાં આવેલા આરોપોને ફગાવી દીધા હતા અને દાવો કર્યો હતો કે ‘મારી મહિલા સહકર્મી જ મારી સાથે લગ્ન કરી લેવા માટે માનસિક ત્રાસ આપતી હતી. મેં તો તેની ટૅલન્ટને જોઈને મારી સાથે કામ કરવાનો ચાન્સ આપ્યો હતો, પણ તે જ મારા પર ત્રાસ ગુજારતી હતી.’
છત્તીસગઢમાં ૩૬ માઓવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર કરાયા
છત્તીસગઢનાં ગાઢ જંગલોમાં નારાયણપુર-દંતેવાડા સરહદ પર સિક્યૉરિટી દળોએ એન્કાઉન્ટરમાં છત્રીસ માઓવાદીઓને ઠાર કર્યા હતા. તાજેતરના સમયમાં આ મોટી સફળતા છે. ગુરુવારે બપોરે આ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. માઓવાદીઓ પાસેથી રાઇફલો સહિત અનેક શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યાં હતાં.