આશરે ૨૦૦ જેટલા મજૂરોની અછત છે એને કારણે કામમાં વિલંબ થઈ રહ્યો છે.
અયોધ્યા રામ મંદિર
અયોધ્યામાં રામ મંદિરના બાંધકામને ૨૦૨૫ના જૂન સુધીમાં પૂરું કરવાનો લક્ષ્યાંક હતો, પણ મજૂરોની અછતના કારણે આ કામ હવે ત્રણ મહિના મોડું સપ્ટેમ્બરમાં પૂરું થવાની સંભાવના છે. આ સંદર્ભમાં રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રએ જણાવ્યું હતું કે રામ મંદિરનું કામ જૂન સુધીમાં સમાપ્ત થવાનું હતું, પણ આશરે ૨૦૦ જેટલા મજૂરોની અછત છે એને કારણે કામમાં વિલંબ થઈ રહ્યો છે.