ગઈ કાલે પ્રાણપ્રતિષ્ઠાની પહેલી વર્ષગાંઠ ઊજવવામાં આવી હતી
પ્રતિષ્ઠા દ્વાદશીના અવસર પર રામલલા પર મહાભિષેક કરવામાં આવ્યો હતો
અયોધ્યામાં નવનિર્મિત ભવ્ય રામ મંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થઈ એની ગઈ કાલે પહેલી વર્ષગાંઠ હતી. ગયા વર્ષે ૨૨ જાન્યુઆરીએ રામલલાની પ્રતિષ્ઠા થઈ હતી, પણ ત્યારે તિથિ પૌષ શુક્લ પક્ષ દ્વાદશી હતી એટલે એ મુજબ ગઈ કાલે પ્રાણપ્રતિષ્ઠાની પહેલી વર્ષગાંઠ ઊજવવામાં આવી હતી. પ્રતિષ્ઠા દ્વાદશીના અવસર પર રામલલા પર મહાભિષેક કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આ પ્રસંગે ગઈ કાલે સવારે અયોધ્યા આવીને રામલલાનાં દર્શન કર્યાં હતાં. પ્રતિષ્ઠા દ્વાદશી નિમિત્તે અયોધ્યામાં ત્રણ દિવસનો મહોત્સવ યોજાયો છે અને અસંખ્ય ભક્તો આવ્યા છે.