Ram Mandir`s 1st Anniversary: અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી દેશવાસીઓને શુભેચ્છા, સોશ્યલ મીડિયા પર શૅર કર્યો વીડિયો
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમયની પીએમ મોદીની ફાઇલ તસવીર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના અયોધ્યા (Ayodhya)માં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ (Ram Mandir`s 1st Anniversary) નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. જેમાં તેમણે વર્ષોના બલિદાનને યાદ કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ એક્સ (x) પર એક વીડિયો પોસ્ટ લર્યો છે. તેમણે કહ્યું કે, ‘અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર તમામ દેશવાસીઓને શુભકામનાઓ. સદીઓના ત્યાગ, તપસ્યા અને સંઘર્ષ દ્વારા બનેલ આ મંદિર આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો એક મહાન વારસો છે. મને વિશ્વાસ છે કે આ દિવ્ય અને ભવ્ય રામ મંદિર વિકસિત ભારતના સંકલ્પને પ્રાપ્ત કરવામાં એક મહાન પ્રેરણા બનશે.’
ADVERTISEMENT
अयोध्या में रामलला की प्राण-प्रतिष्ठा की प्रथम वर्षगांठ पर समस्त देशवासियों को बहुत-बहुत शुभकामनाएं। सदियों के त्याग, तपस्या और संघर्ष से बना यह मंदिर हमारी संस्कृति और अध्यात्म की महान धरोहर है। मुझे विश्वास है कि यह दिव्य-भव्य राम मंदिर विकसित भारत के संकल्प की सिद्धि में एक… pic.twitter.com/DfgQT1HorT
— Narendra Modi (@narendramodi) January 11, 2025
તમને જણાવી દઈએ કે, ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. હવે એક વર્ષ પૂર્ણ થયા બાદ, અયોધ્યામાં ત્રણ દિવસીય ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સમય દરમિયાન, VVIP દર્શન પર પ્રતિબંધ રહેશે. મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, ૧૧ થી ૧૩ જાન્યુઆરી દરમિયાન યોજાનારી આ ઉજવણીનો હેતુ ગયા વર્ષે ઐતિહાસિક સમારોહમાં હાજરી આપી ન શક્યા હોય તેવા સામાન્ય જનતા ઉપરાંત લગભગ ૧૧૦ આમંત્રિત વીઆઈપી લોકોને પણ સામેલ કરવાનો છે. જોકે, ત્રણ દિવસના ઉત્સવ દરમિયાન VVIP પાસ રદ રહેશે. આ ઉપરાંત દર્શનનો સમય પણ વધારવામાં આવ્યો છે. આ સમારોહ રામ જન્મભૂમિ સંકુલની અંદર વિવિધ સ્થળોએ થશે. ત્રણ દિવસના આ કાર્યક્રમમાં લોક ગાયિકા માલિની અવસ્થી (Malini Awasthi) જેવા પ્રખ્યાત કલાકારો પરફોર્મ કરશે. પ્લેબેક ગાયિકા અનુરાધા પૌડવાલ (Anuradha Paudwal), કવિ કુમાર વિશ્વાસ (Kumar Vishwas) અને અન્ય લોકો પણ હાજર રહેશે. મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, ત્રણ દિવસીય ઉજવણી દરમિયાન અનેક ધાર્મિક વિધિઓ તેમજ રામલીલાનું આયોજન કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) શનિવારે કુબેર ટીલા ખાતે ભક્તોને સંબોધિત કરશે, ત્યારબાદ સંગીત અને ભક્તિ કાર્યક્રમોની શ્રેણી રજૂ કરવામાં આવશે. ૧૧ થી ૧૩ જાન્યુઆરી દરમિયાન અયોધ્યાના વિવિધ સ્થળોએ વિવિધ રાજ્યોના સંગીત જૂથો પણ કીર્તન રજૂ કરશે. દેશભરના સંતો, જેઓ અગાઉના અભિષેક સમારોહમાં હાજરી આપી શક્યા ન હતા, તેમને વર્ષગાંઠ ઉજવણીમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, ભવ્ય રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ આજે ૧૧ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ઉજવવામાં આવી રહી છે. જ્યારે ગયા વર્ષે ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ, રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં થઈ હતી. ઘણા લોકો વિચારી રહ્યા હશે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની વર્ષગાંઠ ૨૨ જાન્યુઆરીએ નહીં પણ ૧૧ જાન્યુઆરીએ કેમ ઉજવવામાં આવી રહી છે. વાસ્તવમાં, રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની વર્ષગાંઠ હિન્દુ કેલેન્ડર મુજબ ઉજવવામાં આવે છે. ગયા વર્ષે ૨૨ જાન્યુઆરીના શુભ મુહૂર્ત મુજબ, આ વર્ષે `પ્રતિષ્ઠા દ્વાદશી` ૧૧ જાન્યુઆરીએ આવી રહી છે, તેથી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આ વર્ષે ૧૧થી ૧૩ જાન્યુઆરી સુધી ત્રણ દિવસીય ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે.