અયોધ્યામાં રામ મંદિર (Ram Mandir)ના ઉદ્ઘાટનને હવે બહુ દિવસો બાકી નથી. 22મી જાન્યુઆરીના રોજ જ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આવી સ્થિતિમાં પીએમ મોદીએ એક મોટી જાહેરાત કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
કી હાઇલાઇટ્સ
- રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને 11 દિવસ બાકી
- પીએમ મોદીએ વિશેષ પૂજા કરવાનું કર્યુ એલાન
- 11 દિવસ પીએમ મોદી કરશે અનુષ્ઠાન
Ram Mandir: અયોધ્યામાં રામ મંદિર (Ram Mandir)ના ઉદ્ઘાટનને હવે બહુ દિવસો બાકી નથી. 22મી જાન્યુઆરીના રોજ જ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આવી સ્થિતિમાં પીએમ મોદીએ એક મોટી જાહેરાત કરી છે. પ્રાણ પ્રતિષ્ઠા માટે 11 દિવસ બાકી છે ત્યારે પીએમ મોદી (PM Narendra Modi)એ કહ્યું છે કે તેઓ આગામી 11 દિવસ વિશેષ અનુષ્ઠાન કરશે. પીએમ મોદીએ એક ઓડિયો સંદેશ જારી કરીને આ જાણકારી આપી છે. પીએમ મોદીએ આ ઓડિયો મેસેજ પોતાના એક્સ એકાઉન્ટ પરથી જાહેર કર્યો છે. તેમણે આગામી 11 દિવસ એટલે કે રામલલ્લાના અભિષેક સુધી વિશેષ અનુષ્ઠાન કરવાની વાત કરી છે.