બુધવારથી અયોધ્યામાં હૉટ ઍર બલૂન સર્વિસ શરૂ થઈ છે.
લાઇફમસાલા
હૉટ ઍર બલૂન સર્વિસ
રામનગરી અયોધ્યામાં રોજ હજારો દર્શનાર્થી આવે છે અને પ્રભુ શ્રીરામનાં દર્શન કરીને ધન્યતા અનુભવે છે. હવે આ પ્રવાસીઓ રામમંદિરનું શિખર જોઈ શકે એવી વ્યવસ્થા પણ શરૂ થઈ છે. બુધવારથી અયોધ્યામાં હૉટ ઍર બલૂન સર્વિસ શરૂ થઈ છે. પ્રવાસીઓ ૮ મિનિટની હવાઈ યાત્રામાં રામમંદિરનું શિખર, હનુમાનગઢી અને કનક ભવન જેવાં મંદિરોને ઉપરથી જોઈ શકશે. આ માટે વ્યક્તિદીઠ ૯૯૯ રૂપિયાનું ભાડું ચૂકવવું પડશે. હૉટ ઍર બલૂનની સર્વિસ પુષ્પક ઍડ્વેન્ચર અને અયોધ્યા વિકાસ સત્તામંડળે શરૂ કરી છે અને એનું સંચાલન રામકથા પાર્ક હેલિપૅડથી થશે.