બિહારમાં ગેરકાયદેસર દારૂ પીવડાવીને 80 લોકોના જીવ લેનાર મુખ્ય આરોપીની દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે ઈન્ટરસ્ટેટ સેલે ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીની ઓળખ રામ બાબૂ મહતો (35) તરીકે થઈ છે.
Crime News
પ્રતીકાત્મક તસવીર
બિહારમાં (Bihar) ગેરકાયદેસર દારૂ પીવડાવીને 80 લોકોના જીવ લેનાર મુખ્ય આરોપીની દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે ઈન્ટરસ્ટેટ સેલે ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીની ઓળખ રામ બાબૂ મહતો (35) તરીકે થઈ છે. 14 ડિસેમ્બરના બિહારના સારણ જિલ્લામાં થયેલી ઘટના બાદ આરોપી ભાગીને દિલ્હી આવ્યો હતો.
રામ બાબૂ અહીં દ્વારા જિલ્લામાં એક નિર્માણાધીન સાઈટ પર છુપાઈને રહેતો હતો. બિહાર પોલીસે સૂચના મળ્યા બાદ પોલીસની ટીમે શુક્રવારે આરોપીને પકડી પાડ્યો. આરોપી વિરુદ્ધ પહેલાથી સાત અપરાધિક કેસ દાખલ છે, જેમાં મોટા ભાગના ગેરકાયદેસર દારૂની તસ્કરી કરવાના કેસ સામેલ છે. દિલ્હી પોલીસે આરોપીની ધરપકડની સૂચના બિહાર પોલીસને આપી દીધી છે.
ADVERTISEMENT
ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ આયુક્ત રવીન્દ્ર સિંહ યાદવે જણાવ્યું કે બિહારના સારણ જિલ્લાના ઈસુઆપુર અને મશરક થાણા ક્ષેત્રમાં 14 ડિસેમ્બરને બે જૂદા-જૂદા કેસ દાખલ કરવામાં આવ્યા હતા. અહીં ગેરકાયદેસર દારૂ પીવાથી લગભગ 80 લોકોના જીવ ગયા છે.
પોલીસે તપાસ કરી તો શરાબ તસ્કર રામ બાબૂ મહતોનું નામ સામે આવ્યું હતું. પણ આરોપી બિહારથી નાસી છૂટ્યો હતો. બિહાર પોલીસ સિવાય અન્ય રાજ્યોની પોલીસને પણ અલર્ટ કરી દેવામાં આવી હતી.
શુક્રવારે બિહાર પોલીસે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચને સૂચના આપી હતી કે આરોપી રામ બાબૂ દિલ્હીમાં ક્યાંક છુપાયો છે. તરત એસીપી રમેશ ચંદર લાંબા, ઈન્સ્પેક્ટર સંજય કુમાર ગુપ્તા તેમજ અન્યની ટીમનું ગઠન કરી આરોપીની શોધ શરૂ કરી દેવામાં આવી.
શોધ દરમિયાન ટીમને ખબર પડી કે આરોપી દ્વારકા વિસ્તારમાં એક નિર્માણાધીન ઘરમાં છુપાયો છે. માહિતી મેળવ્યા બાદ ટીમે શુક્રવારે રાતે આરોપીની દ્વારકામાંથી ધરપકડ કરી લીધી.
આ પણ વાંચો : નાગપુરમાં RSS મુખ્યાલયને બૉમ્બથી ઉડાડવાની ધમકી, વધારવામાં આવી સુરક્ષા
હવે દિલ્હી પોલીસે આરોપીની ધરપકડના સમાચાર બિહાર પોલીસને આપી દીધી છે. બિહાર પોલીસની એક ટીમ દિલ્હી માટે નીકળી ચૂકી છે. ટીમ આરોપીને પોતાની કસ્ટડીમાં લઈને બિહાર પાછી જશે. ત્યાં જ આરોપી રામ બાબૂની પૂછપરછ કરવામાં આવશે.