Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > શરદ પૂનમની રાત્રે જયપુરના મંદિરના એક કાર્યક્રમમાં ચાકુ હુમલો, 8 લોકો થયા ઘાયલ

શરદ પૂનમની રાત્રે જયપુરના મંદિરના એક કાર્યક્રમમાં ચાકુ હુમલો, 8 લોકો થયા ઘાયલ

Published : 18 October, 2024 08:21 PM | IST | Jaipur
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Rajasthan RSS workers Injured: હુમલાખોરોમાંથી એકનું નામ નસીબ ચૌધરી છે. કેટલાક લોકોએ આરોપ લગાવ્યો છે કે હુમલાખોરો મંદિરની જમીન પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


રાજસ્થાનના જયપુરમાં આવેલા કરણી વિહાર પોલીસ સ્ટેશન વિસ્તારના રજની વિહારમાં ગુરુવારે શરદ પૂર્ણિમાની રાત્રે (Rajasthan RSS workers Injured) ખીર વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન અચાનક કેટલાક લોકો ત્યાં આવ્યા અને હંગામો મચાવ્યો અને પછી કાર્યક્રમમાં સામેલ થયેલા લોકો પર છરી વડે હુમલો કર્યો. આ ઘટનામાં લગભગ 10 જેટલા લોકો ઘાયલ થયા છે. આ ઘટનાથી વિસ્તારમાં હોબાળો મચી ગયો છે અને પોલીસે પણ તપાસ શરૂ કરી છે.


જયપુરમાં બનેલી આ ઘટનાનો હવે સીસીટીવી ફૂટેજ (Rajasthan RSS workers Injured) પણ સામે આવ્યો છે. આજ સુધી ઉપલબ્ધ સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે હુમલાખોરો અચાનક મહાદેવ મંદિરમાં ઘૂસી જાય છે. હુમલાખોરો છરી લઈને આવ્યા હતા. હુમલાખોરોમાંથી એકનું નામ નસીબ ચૌધરી છે. કેટલાક લોકોએ આરોપ લગાવ્યો છે કે હુમલાખોરો મંદિરની જમીન પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.



ઘટનાના સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે મંદિર પરિસરમાં કેટલાક લોકો આરામથી બેઠા છે, જેમાંથી એક બાળક અને એક મહિલા પણ છે. આ દરમિયાન બે લોકો આવે છે અને ખીરના વાસણને લાત મારીને પાડી નાખે છે. તે દરમિયાન મંદિરમાં બેઠેલા દરેક વ્યક્તિ આરોપીને સમજાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેઓ દુર્વ્યવહાર કરવાનું શરૂ કરે છે. આ પછી આરોપીએ લોકો (Rajasthan RSS workers Injured) પર એક પછી એક છરી વડે હુમલો કરવાનું શરૂ કરી દીધું હતી. શરદ પૂર્ણિમાના અવસરે મંદિરમાં ખીર બનાવવામાં આવી રહી હતી ત્યારે હુમલાખોરો આવ્યા અને ખીર બનાવતા વાસણો ઉથલાવી દીધા હતા અને તે પછી આ હુમલાખોરોએ આરએસએસના આઠ જેટલા કાર્યકરો પર હુમલો કરીને ઘાયલ કર્યા હતા.


પોલીસે જણાવ્યું કે આ મામલે બે લોકોની અટકાયત કરવામાં આવી છે. વાસ્તવમાં, ગુરુવારે રાત્રે, શરદ પૂર્ણિમાના અવસર પર મંદિરમાં જાગરણ પછી, જ્યારે ભક્તોમાં પ્રસાદ તરીકે ખેરનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે આજુબાજુમાં રહેતા બે લોકોએ મોડી રાત્રે આયોજિત (Rajasthan RSS workers Injured) કાર્યક્રમ સામે વાંધો ઉઠાવ્યો હતો આ કેસમાં પરંતુ ઝઘડા બાદ આરોપીએ અન્ય લોકોને બોલાવ્યા અને ત્યાં હાજર લોકો પર છરી વડે હુમલો કર્યો, જેમાં આરએસએસના 10 જેટલા કાર્યકરો ઘાયલ થયા.

ઉલ્લેખનીય છે કે 13 ઓક્ટોબરની સાંજે, બહરાઇચના મહસી તહસીલના હરડી પોલીસ સ્ટેશન વિસ્તારના મહારાજગંજ શહેરમાં દુર્ગા મૂર્તિના વિસર્જન માટે શોભાયાત્રા કાઢવામાં આવી રહી હતી. આ યાત્રા એક ચોક્કસ સમુદાયના વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. આરોપ છે કે આ દરમિયાન ડીજે વગાડવાને લઈને બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ (Rajasthan RSS workers Injured) થઈ હતી. આ દરમિયાન કેટલાક લોકોએ ધાબા પરથી પથ્થરમારો શરૂ કર્યો અને જ્યારે તેઓએ વિરોધ કર્યો તો તેમણે ગોળીબાર કર્યો. આ દરમિયાન રામ ગોપાલ મિશ્રા નામના યુવકને ગોળી વાગી હતી.


Whatsapp-channel Whatsapp-channel

18 October, 2024 08:21 PM IST | Jaipur | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK