રાજસ્થાનના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ૨૦૨૪-’૨૫નું કૅલેન્ડર રજૂ કરવામાં આવ્યું છે.
લાઇફમસાલા
વીર સાવરકર
રાજસ્થાનની સ્કૂલોમાં હવે સાવરકર જયંતી અને આર્ટિકલ 370ને કાશ્મીરમાંથી હટાવવામાં આવ્યો એ દિવસને સેલિબ્રેટ કરવામાં આવશે. રાજસ્થાનના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ૨૦૨૪-’૨૫નું કૅલેન્ડર રજૂ કરવામાં આવ્યું છે. આ કૅલેન્ડરને સરકારી અને પ્રાઇવેટ બન્ને શાળાઓ દ્વારા ફૉલો કરવામાં આવશે. આ કૅલેન્ડર મુજબ વિનાયક દામોદર સાવરકર જેમને વીર સાવરકરના નામથી ઓળખવામાં આવતા હતા તેમનો જન્મદિન હવે ૨૮ મેએ સ્કૂલમાં સેલિબ્રેટ કરવામાં આવશે અને સાથે જ જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને પાંચમી ઑગસ્ટે હટાવવામાં આવ્યો હોવાથી એ દિવસને ‘સ્વર્ણ મુકુટ મસ્તક દિવસ’ તરીકે સેલિબ્રેટ કરવામાં આવશે. આ સાથે જ દરેક મહિનાના બીજા અને ચોથા શનિવારને ‘નો બૅગ ડે’ દિવસ જાહેર કરવામાં આવ્યો છે. એ દિવસે સ્કૂલમાં બાળકોએ બૅગ લઈને આવવાની જરૂર નથી. એ દિવસે વિવિધ ઍક્ટિવિટીનું આયોજન કરવામાં આવશે તેમ જ વર્ષના ૩૬૫ દિવસમાંથી સ્કૂલ ફક્ત ૨૧૩ દિવસ ચાલશે અને એમાં દરેક તહેવાર, વેકેશન અને રવિવારનો સમાવેશ કરવામાં આવ્યો છે.