રાજસ્થાન (Rajasthan Congress Crisis)માં પોતાની જ સરકાર સામે સચિન પાયલટના ઉપવાસ (Sachin Pilot fast)શરૂ થયા છે. કોંગ્રેસનું કહેવું છે કે સચિન પાયલટના ઉપવાસ પક્ષ વિરોધી અને તેના હિતોની વિરુદ્ધ છે.
સચિન પાયલટ
રાજસ્થાન (Rajasthan Congress Crisis)માં પોતાની જ સરકાર સામે સચિન પાયલટના ઉપવાસ (Sachin Pilot fast)શરૂ થયા છે. કોંગ્રેસનું કહેવું છે કે સચિન પાયલટના ઉપવાસ પક્ષ વિરોધી અને તેના હિતોની વિરુદ્ધ છે. જોકે, સચિન પાયલટનું આ પગલું રાજસ્થાન સરકાર માટે પડકાર સાબિત થઈ શકે છે, કારણ કે લગભગ 8 મહિના પછી રાજ્યમાં ચૂંટણી છે. જ્યારે સચિન પાયલટે ઉપવાસ શરૂ કર્યા છે તો બીજી તરફ મુખ્યમંત્રી અશોક ગેહલોત (CM Ashok Gahelot) રાજસ્થાનને લઈને મહત્વની યોજનાઓની જાહેરાત કરતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે મારા પ્રિય દેશવાસીઓ અમે 2030 સુધીમાં રાજસ્થાનને નંબર વન બનાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં મોંઘવારી રાહત કેમ્પો શરૂ કરવામાં આવશે. તમારો બોજ મારો બોજ છે.
સચિન પાયલટ જયપુરમાં શહીદ સ્મારક પર પોતાની જ સરકાર વિરુદ્ધ એક દિવસના ઉપવાસ પર છે. ઉપવાસ પર નીકળ્યા બાદ પાયલોટ પહેલા જ્યોતિબા ફુલેના સ્મારક પર પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી. આ પછી તેઓ શહીદ સ્મારક માટે રવાના થયા, જ્યાં તેમના સમર્થકો મોટી સંખ્યામાં હાજર છે.
ADVERTISEMENT
અગાઉ સચિને કહ્યું હતું કે માઈનિંગ કૌભાંડ અને એક્સાઈઝ કૌભાંડ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સરકાર દરમિયાન થયું હતું, પરંતુ ગેહલોત સરકાર દ્વારા તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. સચિને કહ્યું કે તેણે આ મુદ્દે એક વર્ષ પહેલા ગેહલોત સરકારને બે પત્ર લખ્યા હતા, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. સચિનના ઉપવાસની જાહેરાતની સાથે જ રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી સુખજિંદર સિંહ રંધાવાએ સચિન પાયલટની પદ્ધતિ સામે સવાલો ઉઠાવ્યા હતા અને તેને પક્ષના હિતોની વિરુદ્ધનું પગલું ગણાવ્યું હતું.
આ પણ વાંચો: Noida Barમાં રામાયણના સંવાદો પર દારૂના નશામાં ધૂત લોકોએ કર્યો ડાન્સ, કેસ દાખલ
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પહેલા અશોક ગેહલોત સરકાર સામે નવો મોરચો ખોલતા, પાયલોટે રવિવારે કહ્યું હતું કે તે રાજ્યની અગાઉની ભાજપ સરકારમાં કથિત `ભ્રષ્ટાચાર` સામે પગલાં લેવાની માંગ કરવા માટે 11 એપ્રિલે જયપુરમાં શહીદ સ્મારકની મુલાકાત લેશે. એક દિવસ ઉપવાસ કરશે.