રેલવેપ્રધાને કહ્યું છે કે ‘સરકાર એકેએક ષડ્યંત્રકાર સુધી પહોંચશે અને એકેય દોષીને છોડવામાં નહીં આવે
રેલવેપ્રધાન અશ્વિની વેષ્ણવ
ટ્રેનોને પાટા પરથી ઉથલાવવાના પ્રયાસ દેશમાં વધી ગયા છે એ મુદ્દે રેલવેપ્રધાન અશ્વિની વેષ્ણવે તમામ ષડ્યંત્રકારોને આકરી ચેતવણી આપી છે અને કહ્યું છે કે ‘સરકાર એકેએક ષડ્યંત્રકાર સુધી પહોંચશે અને એકેય દોષીને છોડવામાં નહીં આવે. દરરોજ રેલવેમાં પ્રવાસ કરતા બે કરોડ પ્રવાસીઓની સલામતીની જવાબદારી કેન્દ્ર સરકારની છે અને એની તકેદારી રાખવામાં આવી રહી છે.’
૨૦૨૩ના જૂનથી અત્યાર સુધી આવા ૨૫ બનાવ નોંધાયા છે જેમાં રેલવેને પાટા પરથી ઉતારી પાડવા માટે ષડ્યંત્ર રચવામાં આવ્યું હોય. ટ્રૅક પર ગૅસ સિલિન્ડર, સાઇકલ, લોખંડના સળિયા, સિમેન્ટ બ્લૉક કે અવરોધ મૂકીને ટ્રેનને પાટા પરથી ઉતારી પાડવાના પ્રયાસ થયા છે. રેલવે પ્રશાસને આને ષડ્યંત્ર ગણાવ્યું છે.