ગયા શુક્રવારે જ લોકસભા સચિવાયલે કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ કરી દીધું હતું. રાહુલ ગાંધી કેરળના વાયનાડમાંથી સાંસદ હતા. હવે તેમને સરકારી બંગલો ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે.
રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)
લોકસભામાંથી અયોગ્ય જાહેર થયા બાદ હવે લોકસભા આવાસ સમિતિએ કૉંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીને સરકાર દ્વારા આપવામાં આવેલ બંગલો ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. નોટિસ પ્રમાણે રાહુલ ગાંધીએ 22 એેપ્રિલ સુધી બંગલો ખાલી કરવાનો રહેશે.
ગયા શુક્રવારે જ લોકસભા સચિવાયલે કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ કરી દીધું હતું. રાહુલ ગાંધી કેરળના વાયનાડમાંથી સાંસદ હતા.
ADVERTISEMENT
કેમ ગયું સભ્યપદ?
હકિકતે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સૂરત કૉર્ટે મોદી સરનેમ કેસના માનહાનિના ચાર વર્ષ જૂના કેસમાં બે વર્ષની સજા સંભળાવી હતી. કૉર્ટના આ નિર્ણય બાદ લોકસભ સચિવાલયે તેમનું સંસદનું સભ્યપદ પણ રદ કરી દીધું. જન પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 હેઠળ સ્પીકરે આ કાર્યવાહી કરી.
12, તુગલક લેન હવે નહીં રહે રાહુલ ગાંધીનું ઠેકાણું
જણાવવાનું કે રાહુલ ગાંધી લુટિયંસ દિલ્હીમાં 12 તુગલક લેનવાળા સરકારી બંગલામાં રહે છે. તે બંગલો વર્ષ 2004થી જ રાહુલ ગાંધીના નામે આપવામાં આવ્યો છે. આ બંગલો તેમને પહેલીવાર ત્યારે મળ્યો હતો જ્યારે તે 2004માં અમેઠીમાંથી પહેલીવાર સાંસદ બન્યા હતા.
રાહુલ ગાંધી બન્યા `ડિસ્ક્વૉલિફાઈડ એમપી`
સંસદનું સભ્યપદ ગયા બાદથી જ રાહુલ ગાંધીને લઈને રાજકારણ ગરમાયું છે. વિપક્ષી નેતાઓમાં પણ એકતા જોવા મળી રહી છે. ગઈ કાલે એટલે કે રવિવારે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંસદનું સભ્યપદ ગયા બાદ ટ્વિટરના બાયોમાં પણ ફેરફાર કર્યા હતા. હવે રાહુલ ગાંધીએ પોતાના બાયોમાં `ડિસ્ક્વૉલિફાઈડ MP`નો ખાસ ઉલ્લેખ કર્યો છે.
એક નિવેદનને કારણે છીનવાયું બધું
એ કયું નિવેદન છે જેને કારણે રાહુલ ગાંધી પાસેથી તેમનો બંગલો અને સંસદનું સભ્ય પદ બન્ને છીનવાઈ ગયું. હકિકતે વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં રાહુલ ગાંધી ભાષણ આપી રહ્યા હતા. આ ભાષણમાં રાહુલે કહેવાતી રીતે એ કહ્યું હતું કે, "આ બધા ચોરોની અટક (ઉપનામ-સરનેમ) મોદી કેમ છે?"
આ પણ વાંચો : ઉદ્ધવે આપી રાહુલ ગાંધીને ચેતવણી : સાવરકરનું અપમાન નહીં ચલાવી લેવાય
માનહાનિ મામલે બે વર્ષની સજા
રાહુલ ગાંધીના આ નિવેદન વિરુદ્ધ ભાજપ નેતા પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ નોંધાવ્યો હતો. પૂર્ણેશ મોદી સૂરત પશ્ચિમથી બીજેપી વિધેયક છે અને પેશાવર વકીલ છે. પૂર્ણેશ મોદીનો આરોપ હતો કે રાહુલ ગાંધીની આ ટિપ્પણી થકી આખા મોદી સમુદાયની માનહાનિ થઈ છે. આ મામલે સુનાવણી સૂરતની કૉર્ટમાં કરવામાં આવી અને રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવવામાં આવી છે.