Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જ્યારે દિલ્હીના સલૂનમાં શેવિંગ કરવા પહોંચ્યા રાહુલ ગાંધી, વીડિયો બનાવી સરકારની કરી ટીકા

જ્યારે દિલ્હીના સલૂનમાં શેવિંગ કરવા પહોંચ્યા રાહુલ ગાંધી, વીડિયો બનાવી સરકારની કરી ટીકા

Published : 26 October, 2024 03:05 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Rahul Gandhi Visits Salon in Delhi: પોતાની પોસ્ટમાં કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે “આજે આધુનિક ઉપાયો અને નવી યોજનાઓની જરૂર છે, જે આવકમાં વધારો કરશે અને બચતને ઘરોમાં પાછી લાવશે.”

રાહુલ ગાંધીએ પોસ્ટ કરેલા વીડિયોનો સ્ક્રીન ગ્રેબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

રાહુલ ગાંધીએ પોસ્ટ કરેલા વીડિયોનો સ્ક્રીન ગ્રેબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)


કી હાઇલાઇટ્સ

  1. `આ વાળંદ નથી, આ આજના ભારતની વાર્તા છે`: રાહુલ ગાંધીનું ટ્વીટ
  2. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું અને એક વીડિયો પોસ્ટ કર્યો
  3. વીડિયોમાં વાળંદે રાહુલ ગાંધીને તેના સંઘર્ષ વિશે જણાવ્યું

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી દેશમાં અનેક ઠેકાણે જઈને ત્યાંના સ્થાનિક નાગરિકો સાથે વાતચીત કરે છે. રાહુલ ગાંધી (Rahul Gandhi Visits Salon in Delhi) કોઈ દુકાન હોય કે કોઈ વ્યક્તિના ઘરે જઈને તેમની સાથે ભોજન બનાવી તેમની સાથે બેસીને જામે પણ છે તેના અનેક વીડિયો પણ તેમણે પોસ્ટ કર્યા છે. હાલમાં રાહુલ ગાંધીએ એવો જ એક વીડિયો તેમના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં રાહુલ ગાંધી એક સલૂનમાં જઈને ત્યાંના વાળંદ (બાર્બર) સાથે વાતચીત કરતાં જોવા મળી રહ્યા છે. લોકસભામાં વિપક્ષના નેતા અને કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ દિલ્હીમાં તેમના સ્થાનિક બાર્બર સાથેની તેમની મુલાકાતનો વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં વાળંદ રાહુલ ગાંધીને તેના સંઘર્ષ વિશે જણાવી રહ્યો છે. આ વીડિયો દ્વારા રાહુલે કેન્દ્ર સરકાર પર નિશાન પણ સાધ્યું છે.


`આ વાળંદ નથી, આ આજના ભારતની વાર્તા છે`: રાહુલ ગાંધીનું ટ્વીટ



સોશિયલ મીડિયા હેન્ડલ પર વીડિયો શૅર (Rahul Gandhi Visits Salon in Delhi) કરીને રાહુલે વધુમાં લખ્યું કે “અજીત ભાઈના આ ચાર શબ્દો અને તેમના આંસુ આજના ભારતના દરેક કામદાર ગરીબ અને મધ્યમ વર્ગની વ્યક્તિની વાર્તા કહે છે. વાળંદથી લઈને મોચી સુધી, કુંભારોથી સુથાર સુધી ઘટતી આવક અને વધતી જતી મોંઘવારીએ તેમની દુકાનો, ઘરો અને તેમના સ્વાભિમાનના સપના પણ છીનવી લીધા છે.


રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું અને આ વીડિયો પોસ્ટ કર્યો


પોતાની પોસ્ટમાં કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે “આજે આધુનિક ઉપાયો અને નવી યોજનાઓની જરૂર છે, જે આવકમાં વધારો કરશે અને બચતને ઘરોમાં પાછી લાવશે.” કૉંગ્રેસ નેતાએ (Rahul Gandhi Visits Salon in Delhi) વધુમાં કહ્યું કે આપણને એવા સમાજની જરૂર છે જ્યાં પ્રતિભાને યોગ્યતા મળે અને સખત મહેનતનું દરેક પગલું તમને સફળતાની સીડી પર લઈ જાય.”

વીડિયોમાં રાહુલ ગાંધીએ આ દુકાનમાં શેવિંગ પણ કરાવી

વિપક્ષી નેતા દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં રાહુલ ગાંધી ખુરશી પર બેઠેલા જોવા મળી રહ્યા છે, જ્યારે અજીત નામનો વાળંદ તેમની હજામત કરતો જોવા મળી રહ્યો છે. અજિત આ સાથે રાહુલને તેની વાર્તા કહી રહ્યો છે. અજિત રાહુલને કહે છે કે તે આખો દિવસ કેવી રીતે કામ કરે છે જેથી કરીને તે દિવસના અંતે થોડા પૈસા બચાવી શકે, પરંતુ કંઈ બચતું નથી. વીડિયોના અંતે આ વાળંદે કહ્યું કે રાહુલ સાથે તેની વાર્તા શૅર કર્યા પછી તે ખુશ અને સંતુષ્ટ અનુભવે છે. કૉંગ્રેસે તેના એક્સ હેન્ડલ પર વાતચીતનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે. પાર્ટીએ ટ્વિટર પર કહ્યું, "આજે જન નેતા રાહુલ ગાંધીએ અજીતને દિલ્હીમાં (Rahul Gandhi Visits Salon in Delhi) તેમની દુકાન પર મુંડન કરાવ્યું અને તેમના જીવનના સંઘર્ષને સમજ્યા છે.”

Whatsapp-channel Whatsapp-channel

26 October, 2024 03:05 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK