રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે નીતિઓના વખાણ કર્યા છે. તેમણે વિદ્યાર્થીઓનું સંબોધન કરતી વખતે કહ્યું કે મોદી સરકારમાં મહિલાઓ માટે લાવવામાં આવેલી ઉજ્વલા સ્કીમ અને લોકોના બેન્ક અકાઉન્ટ ખોલાવવા ખૂબ જ સારા પગલાં છે.
ફાઈલ તસવીર
કૉંગ્રેસ (Congress) સાંસદ રાહુલ ગાંધીને કદાચ જ કોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરચતા જોયા કે સાંભળ્યા હશે. ઘણીવાર રાહુલ ગાંધી અનેક મંચ પરથી મોદી સરકાર પર હુમલો કરતા રહે છે. પણ બ્રિટનના કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં પોતાના સંબોધન દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે નીતિઓના વખાણ કર્યા છે. તેમણે વિદ્યાર્થીઓનું સંબોધન કરતી વખતે કહ્યું કે મોદી સરકારમાં મહિલાઓ માટે લાવવામાં આવેલી ઉજ્વલા સ્કીમ અને લોકોના બેન્ક અકાઉન્ટ ખોલાવવા ખૂબ જ સારા પગલાં છે.
પીએમ મોદીની આ બે નીતિઓના રાહલ ગાંધીએ કર્યા વખાણ
રાહુલ ગાંધી બ્રિટેનના પ્રતિષ્ઠિત કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે શું તમે મોદી સરકારની એ નીતિઓ વિશે જણાવી શકો છો જે ભારતના હિતમાં છે. આ પ્રશ્નનો જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે મને લાગે છે કે મહિલાઓ માટે મફત સિલિન્ડર આપનારી ઉજ્જવલા યોજના અને બેન્કમાં ખાતા ખોલાવવા આ સારાં પગલાં છે. જો કે, તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી ભારત પર એવા વિચારો થોપી રહ્યા છે જેનો કોઈ સ્વીકાર નહીં કરે. જો તમે તમારા વિચાર લોકો પર થોપશો તો આની વિપરિત પ્રતિક્રિયાઓ પણ આવશે જ.
ADVERTISEMENT
આ પણ વાંચો : કસ્ટમ્સે નવી મુંબઈમાં 61 કિલોથી વધારે ડ્રગ્સ અને સાઈકોટ્રોપિક પદાર્થ કર્યા નષ્ટ
કેમ્બ્રિજમાં બોલ્યા- ભારતમાં લોકતંત્ર જોખમમાં છે, મારી વિરુદ્ધ કેસ થયા છે
રાહુલ ગાંધીએ મોદી સરકારની બે નીતિઓ સિવાય અનેક મુદ્દા પર સરકારની ટીકા પણ કરી છે. રાહુલે કેમ્બ્રિજમાં બોલતા કહ્યું કે ભારતનું લોકતંત્ર જોખમમાં છે. મારી વિરુદ્ધ કેસ દાખલ થયા છે. તેમણે આ વચ્ચે સ્પાઈ સૉફ્ટવેર પેગાસસનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે મારા ફોનમાં પણ પેગાસસ હતું. મને ઑફિસર્સ કહેતા હતા કે ફોન પર વિચારીને બોલવું અવાજ રેકૉર્ડ થઈ રહ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે વિપક્ષી નેતાઓને બોલવા પર જેલમાં નાખી દેવામાં આવે છે. આ અનેકવાર થઈ ચૂક્યું છે.