Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભારત જોડો યાત્રા પર નિકળેલા રાહુલ ગાંધીની ફટકી, જુઓ વીડિયો

ભારત જોડો યાત્રા પર નિકળેલા રાહુલ ગાંધીની ફટકી, જુઓ વીડિયો

Published : 21 December, 2022 08:43 PM | IST | Haryana
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રાહુલ ગાંધીએ કાર્યકર્તાનો હાથ પકડ્યો અને જોરથી ઝાટકી દીધો. કાર્યકર્તા પોતાના હાથ છોડાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, જેને જોઈને રાહુલ ગાંધીને ગુસ્સો આવી ગયો. રાહુલ કઈ વાતથી નારાજ થયા તેની ખબર પડી નથી.

રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)

Bharat Jodo Yatra

રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)


કન્યાકુમારીથી (Kanyakumari) શરૂ થયેલ રાહુલ ગાંધીની (Rahul Gandhi) ભારત જોડો યાત્રા હરિયાણા પહોંચી છે. ભારત જોડો યાત્રાએ (Bharat Jodo Yatra) આજે નૂંહની મુંડકા બૉર્ડરમાં પ્રવેશ કર્યો. આ અવસરે હરિયાણા કૉંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓએ યાત્રાનું સ્વાગત કર્યું. આ દરમિયાનનો રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક કાર્યકર્તા સેલ્ફી લેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, જેને જોઈને રાહુલ ગાંધીને ગુસ્સો આવ્યો. રાહુલ ગાંધીએ કાર્યકર્તાનો હાથ પકડ્યો અને જોરથી ઝાટકી દીધો. કાર્યકર્તા પોતાના હાથ છોડાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, જેને જોઈને રાહુલ ગાંધીને ગુસ્સો આવી ગયો. રાહુલ કઈ વાતથી નારાજ થયા તેની ખબર પડી નથી.


મિસ્ટર સિન્હા નામના એક યૂઝરે ટ્વિટર પર આ વીડિયો શૅર કર્યો છે. આ વીડિયો પર લોકો જબરજસ્ત કમોન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે રાહુલ ગાંધીના આ વીડિયો પર કોમેન્ટ કરતા લખ્યું છે કે હવે ચમચાઓએ સમજી લેવું જોઈએ, કોણ નફરત કરે છે સામાન્ય પબ્લિકને, પણ ચમચાઓને ગુલામીની આદત પડી ગઈ છે. તો પ્રવીણ શ્રીવાસ્તવ નામના યૂઝરે લખ્યું છે કે આ નફરતના બજારમાં પ્રેમ વહેંચવાની નવી રીત?




જણાવવાનું કે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાના હરિયાણામાં પ્રવેશ કરવા પર મુંડકા બૉર્ડર પર એક જનસભાને સંબોધિત કરતા કહ્યું કે મને બીજેપીના નેતા પૂછે છે કે આ યાત્રાની શું જરૂર પડી ગઈ. મેં તેમને જવાબ આપ્યો કે અમે નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલી રહ્યા છીએ. આ લડાઈ નવી નથી આ હજારો વર્ષ જૂની છે. જ્યારે પણ આ લોકો દેશમાં નફરત ફેલાવવા નીકળે છે તો અમારી વિચારધારા ધરાવતા લોકો પ્રેમ ફેલાવવાનું શરૂ કરે છે.


આ પણ વાંચો : Chinaમાં આતંક ફેલાવનાર કોરોના વેરિએન્ટની વડોદરામાં એન્ટ્રી, BF.7ની થઈ પુષ્ઠિ

રાહુલ ગાંધીએ હરિયાણામાં યાત્રાના પહેલા દિવસે પોતાના ભાષણમાં બે મોટા મુદ્દાઓ પર ફોકસ કર્યું. પહેલું બેરોજગારી અને બીજું મોંઘવારી. રાહુલ ગાંધીએ કહ્યું કે કોઈપણ શક્તિ આ યાત્રાને અટકાવી શકે નહીં, કારણકે આ યાત્રા કૉંગ્રેસની નથી પણ દેશના બેરોજગાર યુવાનો, મજૂરો અને નાના દુકાનદારો અને ખેડૂતોની છે. તેમણે કહ્યું કે આજે હજારો ભણેલા યુવાનો બેરોજગાર છે.

Whatsapp-channel Whatsapp-channel

21 December, 2022 08:43 PM IST | Haryana | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK