પત્રમાં કૉંગ્રેસ નેતાને બૉમ્બથી ઉડાડવાની ધમકી આપવામાં આવી છે. ઇન્દોર પોલીસ હવે આ મામલે તપાસમાં લાગી ગઈ છે.
રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)
ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) મધ્ય પ્રદેશમાં (Madhya Pradesh) પહોંચતા પહેલા જ રાહુલ ગાંધી (Rahul Gandhi)ના નામે ધમકીભર્યો પત્ર મળવાથી હાહાકાર મચ્યો છે. પત્રમાં કૉંગ્રેસ નેતાને બૉમ્બથી ઉડાડવાની ધમકી આપવામાં આવી છે. ઇન્દોર પોલીસ હવે આ મામલે તપાસમાં લાગી ગઈ છે.
વાયનાડથી કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને બૉમ્બથી ઉડાવવાનો એક પત્ર ઇન્દોરમાં મળ્યો છે. ખબર મળી છે કે ધમકીભર્યો પત્ર શુક્રવારે સવારે એક મીઠાઈની દુકાનની બહાર એક અજાણ્યો શખ્સ છોડીને ગયો હતો. પોલીસ આસપાસ લાગેલા સીસીટીવી ફુટેજના આધારે આરોપીની તપાસમાં લાગી ગઈ છે.
ADVERTISEMENT
હકિકતે, પત્રમાં `ભારત જોડો યાત્રા`ના ઇન્દોર પહોંચવા પર રાહુલ ગાંધીને બૉમ્બથી ઉડાડવાની ધમકી આપવામાં આવી છે. પોલીસે `આજતક`ને પુષ્ઠિ કરતા જણાવ્યું કે અજ્ઞાત શખ્સ વિરુદ્ધ 507 ધારો હેઠળ કેસ નોંધી તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
આજે ભારત જોડો યાત્રાનો 72મો દિવસ છે. કૉંગ્રેસની આ યાત્રા છેલ્લે 7 નેવમ્બરના રોજ મહારાષ્ટ્રમાં પહોંચી હતી. અત્યાર સુધી તેમણે મહારાષ્ટ્રના નાંદેડ, હિંગોલી, વાશિમ અને અકોલા જિલ્લાની પદયાત્રા કરી છે. પોતાના મહારાષ્ટ્ર ચરણના 12મા દિવસે શુક્રવારે આ યાત્રા બાલાપુર (અકોલા જિલ્લા)થી શેગાંવ (બુલઢાણા જિલ્લા) તરફ વધી.
આ 20 નવેમ્બરના રોજ બુલઢાણા જિલ્લા (મહારાષ્ટ્ર)ના જળગાંવ જામોદથી મધ્ય પ્રદેશના બુરહાનપુરમાં પ્રવેશશે. ત્યાર બાદ 21 નવેમ્બરના વિશ્રામ કરવામાં આવશે. જણાવવાનું કે 3 ડિસેમ્બરે રાજસ્થાનના કોટા જિલ્લામાં જતા પહેલા યાત્રા મધ્ય પ્રદેશના 13 દિવસોમાં છ જિલ્લા બુરહાનપુર, ખંડવા, ખરહોન, ઇન્દોર, ઉજ્જૈન અને આગર માલવાથી થઈને જશે.
આ પણ વાંચો : કેજરીવાલને ઝટકો! દિલ્હી LGએ DDCને કર્યા સસ્પેન્ડ, ઑફિસમાં મૂકાવ્યું તાળું
કન્યાકુમારીથી કશ્મીર સુધી જનારી `ભારત જોડો યાત્રા` લગભગ 150 દિવસોમાં 12 પ્રેદશોથી ગુજરાત થતાં 3 હજાર 570 કિલોમીટરનું અંતર કાપશે. જણાવવાનું કે આ યાત્રા 7 સપ્ટેમ્બરના રોજ તામિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઈ હતી.