લોકસભા સચિવાલય તરફથી જાહેર આદેશમાં આ માહિતી આપવામાં આવી છે. આદેશ પ્રમાણે, સૂરતના એક કૉર્ટ દ્વારા માનહાનિના કેસમાં સજા સંભળાવ્યા બાદ કેરળના વાયનાડ સંસદીય સીટનું પ્રતિનિધિત્વ કરતા રાહુલ ગાંધી લોકસભાની સભ્યતા માટે અયોગ્ય પૂરવાર થાય છે.
રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)
કૉંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીને શુક્રવારે લોકસભામાંથી અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. લોકસભા સચિવાલય તરફથી જાહેર આદેશમાં આ માહિતી આપવામાં આવી છે. આદેશ પ્રમાણે, સૂરતના એક કૉર્ટ દ્વારા માનહાનિના કેસમાં સજા સંભળાવ્યા બાદ કેરળના વાયનાડ સંસદીય સીટનું પ્રતિનિધિત્વ કરતા રાહુલ ગાંધી લોકસભાની સભ્યતા માટે અયોગ્ય પૂરવાર થાય છે.
હકિકતે, સૂરતની એક કૉર્ટે `મોદી ઉપનામ` સંબંધી ટિપ્પણીને લઈને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ 2019માં નોંધાયેલ અપરાધિક માનહાનિના એક કેસમાં તેમને ગુરુવારે બે વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. આ નિર્ણય બાદ રાહુલ ગાંધી પર લોકસભાની સભ્યતાથી અયોગ્ય ઠેરવવાનું જોખમ છે.
ADVERTISEMENT
નોંધનીય છે કે જનપ્રતિનિધિ કાયદા પ્રમાણે, બે વર્ષ કે તેનાથી વધારે સમય માટે કારાવાસની સજા મેળવનાપા વ્યક્તિને `દોષસિદ્ધિની તારીખથી` અયોગ્ય જાહેર કરવામાં આવશે અને તે સજા પૂરી થયા બાદ જનપ્રતિનિધિ બનવા માટે છ વર્ષ સુધી અયોગ્ય રહેશે. પણ, વિશેષજ્ઞોનું કહેવું છે કે જો અપીલીય કૉર્ટ રાહુલ ગાંધીની દોષ સિદ્ધિ અને બે વર્ષની સજાને સસ્પેન્ડ કરી દે છે, તો તે લોકસભાની સભ્યતા માટે અયોગ્ય નહીં હોય.
`સજાની જાહેરાત થતાની સાથે જ અયોગ્યતા પ્રભાવી થઈ જાય છે`
લોકસભાના પૂર્વ મહાસચિવ તેમજ સંવિધાન વિશેષજ્ઞ પી.ડી.ટી. આચારીએ કહ્યું કે સજાની જાહેરાત થવાની સાથે જ અયોગ્યતા પ્રભાવી થઈ જાય છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી અપીલ કરવા માટે સ્વતંત્ર છે અને જો અપીલીય કૉર્ટ દોષ સિદ્ધિ અને સજા પર સ્ટે મૂકી દે છે, તો અયોગ્યતા પણ સસ્પેન્ડેડ થઈ જશે. આચારીએ કહ્યું, "જો તે અયોગ્ય જાહેર કરી દે તો) અયોગ્ય આઠ વર્ષની સમયમર્યાદા માટે હશે." તેમણે કહ્યું કે અયોગ્ય જાહેર કરવામાં આવેલી વ્યક્તિ ન તો ચૂંટણી લડી શકે છે કે ન તો તે સમયમર્યાદા દરમિયાન મતદાન કરી શકે છે.
જજે મૂક્યો હતો સજાના અમલ પર 30 દિવસનો સ્ટે
મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ એચ.એચ. વર્માના કૉર્ટે રાહુલ ગાંધીની માનહાનિ અને તેની સજા સંબંધિત ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમો 499 અને 500 હેઠળ દોષી જાહેર કરીને સજા સંભળાવ્યા બાદ તેમને જામીન આપતા તેમની સજાના અમલ પર 30 દિવસનું સ્ટે મૂકી દેવામાં આવ્યા હતા, જેથી કૉંગ્રેસ નેતા તેમના નિર્ણયને ઉપરી અદાલતમાં પડકાર આપી શકે.
કૉર્ટે કહ્યું હતું, રાહલ ગાંધીએ `જાણીજોઈને` આપ્યું આવું નિવેદન
કૉર્ટે 168 પાનાંના નિર્ણયમાં કહ્યું કે રાહુલ ગાંધી પોતાની ટિપ્પણીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નીરવ મોદી, વિજય માલ્યા, મેહુલ ચોકસી અને અનિલ અંબાણી સુધી સીમિત રાખી શકતા હતા, પણ તેમણે `જાણીજોઈને` આવું નિવેદન આપ્યું, જેથી `મોદી ઉપનામ` રાખનારા લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી અને આ માટે આ અપરાધિક માનહાનિ છે. કૉર્ટમાં નિર્ણય સંભળાવવાના સમયે રાહુલ ગાંધી ત્યાં હાજર હતા.
રાહુલના નિવેદનની `જનતા પર ખૂબ જ વધારે પ્રભાવ પડ્યો` : કૉર્ટ
કૉર્ટે પોતાના આદેશમાં કહ્યું કે આરોપીના અપરાધની ગંભીરતા એટલે વધી જાય છે, કારણકે સાંસદ દ્વારા આપવામાં આવેલા નિવેદનનો `જનતા પર વ્યાપક પ્રભાવ પડ્યો છે.` કૉર્ટે કહ્યું, "અને જો આરોપીને ઓછી સજા આપવામાં આવે છે, તો આથી જનતામાં ખોટો સંદેશ જશે અને માનહાનિ (ના કેસ)નો લક્ષ્ય પ્રાપ્ત નહીં થાય અને કોઈપણ કોઈનું પણ સરળતાથી અપમાન કરી શકશે."
`સુપ્રીમ કૉર્ટની ચેતવણી પછી રાહુલના વ્યવહારમાં ફેરફાર નથી`
કૉર્ટે એ પણ કહ્યું કે ઉચ્ચતમ ન્યાયાલયે 2018ના `ચોકીદાર ચોર હૈ`વાળી ટિપ્પણી માટે આરોપી દ્વારા માફી માગવા બાદ તેને ભવિષ્યમાં સતર્ક રહેવા માટે કહ્યું હતું. કૉર્ટે કહ્યું, "ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા આરોપીને સચેત કર્યા છતાં તેના વ્યવહારમાં કોઈ ફેરફાર જોવા મળ્યો છે."
આ પણ વાંચો : એક સમયે અપશુકનિયાળ ગણાતી વિદ્યા બાલનની પ્રદીપ સરકારે બદલી જીંદગી
શું છે આખી ઘટના
રાહુલ ગાંધી વિરુદ્ધ આ કેસ તેમની એ ટિપ્પણીને લઈને નોંધવામાં આવ્યો હતો, જેમાં કહેવાતી રીતે કહ્યું હતું, "બધા ચોરનું ઉપનામ સરખું મોદી જ કેવી રીતે છે?" રાહુલ ગાંધીની આ ટિપ્પણી વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને નેતા અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ ફરિયાદ નોંધાવી હતી. વાયનાડથી લોકસભા સભ્ય રાહુલ ગાંધીએ કહેવાતી ટિપ્પણી 2019ની સામાન્ય ચૂંટણી પહેલા કર્ણાટકના કોલારમાં 13 એપ્રિલે આયોજિત જનસભામાં કરી હતી.