પાર્ટી પ્રમાણે, રાહુલ ગાંધી પ્રત્યે એકતા બતાવીને આ `સંકલ્પ સત્યાગ્રહ` બધા રાજ્યો અને જિલ્લાઓમાં મહાત્મા ગાંધીની પ્રતિમાઓ સામે થઈ રહ્યો છે. આ સવારે 10 વાગ્યે શરૂ થઈને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે.
રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)
કૉંગ્રસેના (Congress) પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લોકસભાની સભ્યતામાંથી અયોગ્ય ઠેરવવાના વિરોધમાં પાર્ટીના નેતા અને કાર્યકર્તા આજે મહાત્મા ગાંધીની પ્રતિમાઓ સામે એકદિવસીય સત્યાગ્રહ કરી રહ્યા છે. પાર્ટી પ્રમાણે, રાહુલ ગાંધી પ્રત્યે એકતા બતાવીને આ `સંકલ્પ સત્યાગ્રહ` બધા રાજ્યો અને જિલ્લાઓમાં મહાત્મા ગાંધીની પ્રતિમાઓ સામે થઈ રહ્યો છે. આ સવારે 10 વાગ્યે શરૂ થઈને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે.
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે, પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને કૉંગ્રેસના અનેક અન્ય નેતાઓ પણ આ `સંકલ્પ સત્યાગ્રહ`માં સામેલ થયા છે.
ADVERTISEMENT
સૂરતના એક ન્યાયાલયે રાહુલ ગાંધીને સંભળાવી સજા
કેરળની વાયનાડ સંસદીય સીટનું પ્રતિનિધિત્વ કરતા રાહુલ ગાંધીને સૂરતના એક ન્યાયાલય દ્વારા 2019ના માનહાનિના એક કેસમાં બે વર્ષની સજા સંભળાવવાને નોંધમાં લેતા શુક્રવારે લોકસભાની સભ્યતાથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. લોકસભા સચિવાલય તરફથી જાહેર અધિસૂચનામાં કહેવામાં આવ્યું છે કે તેમની અયોગ્યતા સંબંધી આદેશ 23 માર્ચથી જ પ્રભાવી થશે.
ઉલ્લેખનીય છે કે સૂરતના એક કૉર્ટે આ નિર્ણય `મોદી ઉપનામ` સંબંધિત ટિપ્પણીને લઈને આપ્યો હતો.
પીએમ મોદી મારા ભાષણથી ડર્યા- રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે તેમને લોકસભાની સભ્યતામાંથી અયોગ્ય એટલા માટે ઠેરવવામાં આવ્યા, કારણકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વાતથી ડરેલા હતા કે સંસદમાં તેમનું ભાષણ થવાનું છે.
પાર્ટીના સંગઠન મહાસચિવ કે સી વેણુગોપાલે બધા પ્રદેશ એકમને મોકલવામાં આવેલા પત્રમાં કહ્યું, "ન્યાયની આ લડાઈમાં રાહુલ ગાંધી એકલા નથી, લાખો કૉંગ્રેસી અને કરોડો લોકો તેમની સાથે ઊભા છે. અમે પોતાના નેતા અને તેમની નિડર લડાઈના સમર્થનમાં સત્યાગ્રહ કરશે."
તો આ પહેલા સંસદ સભ્યતા રદ થયા બાદ શનિવારે રાહુલ ગાંધીએ પ્રેસ કૉનફ્રેન્સ કરીને બીજેપી અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ મૂક્યા. તેમણે કહ્યું કે જો વડાપ્રધાનને લાગે છે કે મને ડરાવીને, જેલમાં નાખીને, મારી ધોલાઈ કરી અને ડિસ્ક્વૉલિફાય કરાવીને ચૂપ કરાવી શકે છે તો આ તેમની ગેરસમજણ છે. વડાપ્રધાન પેનિક થઈ ગયા છે. તેમણે વિપક્ષને સૌથી મોટો હથિયાર આફી દીધો છે. મને આ બધાથી કોઈ ફરક નથી પડતો. તો ભાજપની માફી માગવા પર રાહુલ ગાંધીએ કહ્યું, "મારું નામ સાવરકર નથી. હું ગાંધી છું, ગાંધી ક્યારેય માફી નથી માગતા."
હવે આ લીગલ મેટર...
કૉંગ્રેસ નેતાએ કહ્યું કે મેં ઘણીવાર કહ્યું છે કે લોકતંત્ર પર હુમલો થઈ રહ્યો છે. મારી સ્પીચ સંસદમાંથી ખસેડી લેવામાં આવી છે. મેં નિયમ જણાવ્યા અને સ્પીકરને ડીટેલમાં પણ પત્ર લખ્યો, પણ મને બોલવા દેવામાં આવ્યું નહીં. ભાજપે મને ભારત વિરોધી જણાવ્યો. મને સાંસદ તરીકે સ્પષ્ટતા આપવાનો અધિકાર છે, પણ સ્પીકરે મને બોલવા જ ન દીધો. બધા વવિપક્ષી દળોનો આભાર છે કે તેમણે મારો સાથ આપ્યો. આગળ સાથે મળીને કામ કરીશું. જો કે, એક સંવાદદાતાના પૂછવા પર શું તમને તમારા નિવેદન પર અફસોસ છે? રાહુલ ગાંધીએ કહ્યું કે હવે આ લીગલ મેટર છે. આના પર બોલવું યોગ્ય નથી. હું હિંદુસ્તાન માટે લડીશ. હું લોકતંત્ર માટે લડીશ.
આ પણ વાંચો : મારું નામ સાવરકર નથી, ગાંધી છે; ગાંધી કોઈની માફી માગતો નથી
પ્રશ્ન પૂછતો રહીશ...
રાહુલ ગાંધીએ કહ્યું કે હું દેશ વિરુદ્ધ ક્યારેય કંઈ નથી બોલ્યો. ભારત જોડો યાત્રાની મારી કોઈપણ સ્પીચ જોઈ લો, મેં હંમેશાં કહ્યું છે કે બધા સમાજ એક છે. નફરત, હિંસા ન હોવી જોઈએ. ભાજપ ધ્યાન ભટકાવવાનું કામ કરે છે, ક્યારેક OBCની વાત કરશે, ક્યારેક વિદેશની વાત કરશે. આ લોકોથી મને ડર નથી લાગતો. જો એમને લાગે છે કે મારી સભ્યતા રદ કરીને, ડરાવીને, ધમકાવીને, જેલ મોકલીને મારું મોઢું બંધ કરાવી શકાય છે તો એમ નહીં થાય. હું હિંદુસ્તાનના લોકતંત્ર માટે લડી રહ્યો છું અને લડતો રહીશ. મેં ઘણીવાર કહ્યું છે કે હિંદુસ્તાનમાં લોકતંત્ર પર આક્રમણ થઈ રહ્યું છે. જેના આપણે દરરોજ નવા-નવા ઉદાહરણ જોઈ રહ્યા છીએ. મેં સંસદમાં પૂરાવા આપ્યા. મને કોઈ ફરક નથી પડતો કે હું સંસદની અંદર છું કે બહાર છું, મને મારી તપસ્યા કરવાની છે, હું તે કરીને બતાવીશ. મારી લોહીમાં હકિકત છે. તમે કંઈપણ કરી લો પ્રશ્ન પૂછતો રહીશ. પછી ભલેને તમે આજીવન જેલ મોકલી દો, કે આજીવન ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકી દો.