મોદી સરનેમ માનહાનિ મામલે આજે એટલે કે ગુરુવારે સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીને સૂરત કૉર્ટમાંથી ઝટકો લાગ્યો છે. સજા વિરુદ્ધ કૉર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી છે.
રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)
`મોદી સરનેમ`વાળા માનહાનિ કેસમાં રાહુલ ગાંધી (Rahul Gandhi)ને રાહત મળી શકી નથી અને સૂરત કૉર્ટે મોટો ઝટકો આપ્યો છે. રાહુલ ગાંધીની સજા પર સ્ટે નહીં મૂકાય, કારણકે સૂરત કૉર્ટે કૉંગ્રેસ નેતાની અરજી ફગાવી દીધી છે. હકિકતે, `મોદી સરનેમ` માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મળી સજા પર સૂરતની સેશન કૉર્ટે આજે પોતાનો નિર્ણય આપ્યો છે. આ પહેલા સૂરતની નીચલી કૉર્ટે રાહુલને બે વર્ષની સજા સંભળાવી હતી. સજા વિરુદ્ધ રાહુલ ગાંધી તરફથી નીચલી કૉર્ટના નિર્ણયને સેશન કૉર્ટમાં પડકરવામાં આવ્યો હતો.
માનવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી હવે આ મામલે રાહત માટે હાઈ કૉર્ટ તરફ વળશે. નીચલી કૉર્ટે કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા પણ સંભળાવી હતી. દોષી જાહેર થયા બાદ સજા સંભળાવવાના પોતાના નિર્ણય પર જો સૂરત કૉર્ટ સ્ટે મૂકી દે તો રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ પણ પાછું મળી શકે તેમ હતું. પણ સૂરત કૉર્ટે નીચલી કૉર્ટના નિર્ણયને જાળવી રાખ્યો છે. આથી હવે રાહુલ ગાંધીની મુશ્કેલી વધી છે અને હજી વધી શકે છે. રાહુલ ગાંધીને 23 માર્ચના મેજિસ્ટ્રેટ કૉર્ટે દોષી જાહેર કર્યા હતા. ત્યાર બાદ 24 માર્ચે તેમને સંસદમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવ્યા.
ADVERTISEMENT
વધારાના સત્ર ન્યાયાધીશ આર પી મોગેરાની કૉર્ટે ગયા ગુરુવારે રાહુલ ગાંધીની અરજી પર નિર્ણય 20 એપ્રિલ સુધી સુરક્ષિત રાખ્યો હતો. રાહુલને અપરાધિક માનહાનિ કેસમાં બે વર્ષની જેલની સજા સંભળાવવા માટે નીચલી કૉર્ટના આદેશ વિરુદ્ધ રાહુલ ગાંધીની અપીલ લંબાયેલી રહેવાની વચ્ચે નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો.
આ પણ વાંચો : કૉન્ગ્રેસ ઉદ્ધવ ઠાકરે સુધી પહોંચશે કે પછી સેના રાહુલ ગાંધીને મળવા જશે?
રાહુલ ગાંધી 2019ની લોકસભા ચૂંટણીમાં કેરળના વાયનાડમાંથી સાંસદ બન્યા હતા. છેલ્લે 23 માર્ચના સૂરતની એક કૉર્ટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વિધેયક પૂર્ણેશ મોદી દ્વારા દાખલ અપરાધિક માનહાનિ મામલે રાહુલ ગાંધીને દોષી જાહેર કર્યા અને બે વર્ષની કારાવાસની સજા સંભળાવી હતી જેના એક દિવસ બાદ રાહુલ ગાંધીને લોકસભાનું સભ્યપદ ગુમાવવું પડ્યું.