Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાહુલ ગાંધીએ ઘરમાં બનાવ્યું જૅમ, માતાને પૂછ્યું `BJPવાળાને પણ મળી શકે છે?`

રાહુલ ગાંધીએ ઘરમાં બનાવ્યું જૅમ, માતાને પૂછ્યું `BJPવાળાને પણ મળી શકે છે?`

Published : 31 December, 2023 08:45 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Rahul Gandhi and Sonia Gandhi take a dig at the BJP: રાહુલ ગાંધીએ યૂટ્યૂબ પર એક વીડિયો શૅર કર્યો છે, જેમાં તેમને જૅમ બનાવતા જોઈ શકાય છે. વીડિયોમાં પ્રિયંકા ગાંધી પણ જોવા મળી રહી છે.

રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)

રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)


રાહુલ ગાંધીએ યૂટ્યૂબ પર એક વીડિયો શૅર કર્યો છે, જેમાં તેમને જૅમ બનાવતા જોઈ શકાય છે. વીડિયોમાં પ્રિયંકા ગાંધી પણ જોવા મળી રહી છે. (Rahul Gandhi and Sonia Gandhi take a dig at the BJP)


Rahul Gandhi and Sonia Gandhi take a dig at the BJP: વર્ષ 2023 પૂરું થવામાં છે. વર્ષના છેલ્લા દિવસે રાહુલ ગાંધીની યૂટ્યૂબ ચેનલ પર એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને જોઈ શકાય છે. વીડિયોમાં રાહુલ પોતાની મા સાથે પ્રિયંકા ગાંધીની રેસિપીની મદદથી જૅમ બનાવતા જોવા મળી રહ્યા છે.



વીડિયોમાં સોનિયા ગાંધીએ એ પણ જણાવ્યું કે કેવી રીતે તેઓ દાયકાઓ પહેલા ઈન્ડિયન ફૂડની અનુકૂળ થતાં શીખ્યાં. તેમણે કહ્યું, "જ્યારે હું અહીં આવી, ત્યારે મને ભારતીય સ્વાદ, ખાસકરીને મરચાની અનુકૂળ થવામાં સમય લાગ્યો." તેમણે કહ્યું કે તમે બ્રિટન અથવા અન્ય જગ્યાઓના ખોરાક સાથે તાલમેલ બેસાડી શકો નહીં. જ્યારે હું અહીં આવી તો મને તાલમેલ બેસાડવામાં સમય લાગ્યો.


બીજેપીનો ઉડાડ્યો મજાક
Rahul Gandhi and Sonia Gandhi take a dig at the BJP: વીડિયોમાં જોઈ શકાય છે કે રાહુલ ગાંધી સૌથી પહેલા ટોકરી લઈને પોતાના ગાર્ડનમાં ફળ તોડે છે. ત્યાર બાદ રાહુલ સંતરાના જ્યૂસને સ્ટવ પર રાંધવા માંડે છે. આ દરમિયાન તેમણે કહ્યું કે જો બીજેપીના લોકો જૅમ લેવા માગો છો, તો તે આને લઈ શકે છે. આ દરમિયાન સોનિયા ગાંધીએ રાહુલનો મજાક ઉડાડતા કહ્યું, "તે આને આપણાં પર ફેંકી દેશે." રાહુલ ગાંધીએ જણાવ્યું કે જ્યારે તે ઇંગ્લેન્ડમાં ભણી રહ્યો હતો ત્યારે તેણે જમવાનું બનાવતા શીખ્યો કારણકે ત્યારે તેની પાસે અન્ય કોઈ વિકલ્પ નહોતો.

`હેરાન કરે છે રાહુલ`
જ્યારે તે સંતરાના ઉકળવાની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે સોનિયા ગાંધીએ કહ્યું કે રાહુલ તેને ખૂબ જ હેરાન કરે છે, તે ખૂબ જ જિદ્દી છે, પણ રાહુલ ખૂબ જ કૅરિંગ છે અને તેમની આ વાત તેમને ખૂબ જ વધારે પસંદ છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે સોનિયા ગાંધીનાં માતા ખૂબ જ સારા કૂક હતાં, જેમણે ગાંધી પરિવારના કશ્મીરી સંબંધીઓ પાસેથી અનેક રેસિપી શીખી. (Rahul Gandhi and Sonia Gandhi take a dig at the BJP)


કૉંગ્રેસના નિશાને બીજેપી
Rahul Gandhi and Sonia Gandhi take a dig at the BJP: નોંધનીય છે કે એક મહિના પહેલા થયેલા આઈઆઈટી કેમ્પસમાં એક વિદ્યાર્થિનીના યૌન ઉત્પીડનના કેસમાં ત્રણ લોકોની ધરપકડ કર્યા બાદ કૉંગ્રેસે બીજેપી પર પોતાના હુમલા ઝડપી કરી દીધા. પાર્ટીનું કહેવું છે કે ધરપકડ કરવામાં આવેલા ત્રણ લોકો બીજેપી આઈટી સેલના સભ્ય છે.

નોંધનીય છે કે, 25 ડિસેમ્બરના રોજ 12 વાગ્યાથી 28 ડિસેમ્બરના રોજ સવારે 6 વાગ્યાની વચ્ચે ખરાબ હવામાનને કારણે કુલ 58 ફ્લાઇટ્સ, જેમાં મોટાભાગની સ્થાનિક ફ્લાઇટ્સ હતી તેને ડાયવર્ટ કરવામાં આવી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે મોટાભાગની ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવી પડી હતી કારણ કે ઓછી વિઝિબિલિટીને કારણે પાઈલટસને ફ્લાઇટ્સ ચલાવવા માટે મુશ્કેલી પાડી હતી.

કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદ ગુરુવારે મોડી રાત્રે બીજી ફ્લાઈટ દ્વારા નાગપુરથી દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટથી બહાર આવ્યા બાદ મીડિયા સાથે વાત કરતા ખુર્શીદે જણાવ્યું હતું કે નાગપુરમાં એક મેગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અમે નાગપુરથી આ સંદેશ આપ્યો છે કે અમે તૈયાર છીએ. તેમણે એમ પણ કહ્યું કે EDની ચાર્જશીટમાં પ્રિયંકા ગાંધીનું નામ આરોપી તરીકે સામેલ નથી.

ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઈટને થઈ રહી છે અસર

ઉત્તર ભારતમાં તો હાલ કડકડતી ઠંડી પાડી રહી છે. ત્યાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ઠંડીની સાથે સાથે ગાઢ ધુમ્મસ પણ દેખાવા લાગ્યું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી છેલ્લા ઘણા દિવસોથી ગાઢ ધુમ્મસની લપેટમાં છે. જેને કારણે અનેક ફ્લાઇટને અસર પહોંચી રહી છે.

આજ દિલ્હી એરપોર્ટ પર ઓછી વિઝિબિલિટીને કારણે ઘણી ફ્લાઈટ કામગીરી પ્રભાવિત થઈ છે. લગભગ 60 ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી અને ઘણી ફ્લાઈટ્સ મોડી પડી હતી.

Whatsapp-channel Whatsapp-channel

31 December, 2023 08:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK