રાઘવ ચઢ્ઢા ઘણા સમયથી આંખની સારવાર માટે લંડનમાં હોવાથી તેમની ગેરહાજરીને લઈને ઘણા તર્કવિતર્ક થઈ રહ્યા છે
રાઘવ ચઢ્ઢાની તસવીર
આમ આદમી પાર્ટી (AAP) અત્યારે એના અસ્તિત્વની લડાઈ લડી રહી છે ત્યારે એના સંસદસભ્ય રાઘવ ચઢ્ઢા ઘણા સમયથી આંખની સારવાર માટે લંડનમાં હોવાથી તેમની ગેરહાજરીને લઈને ઘણા તર્કવિતર્ક થઈ રહ્યા છે. જોકે હવે એના પર પૂર્ણવિરામ મૂકવા માટે ગઈ કાલે AAPના નેતા અને દિલ્હીના પ્રધાન સૌરભ ભારદ્વાજે ખુલાસો કર્યો હતો કે ‘રાઘવની આંખોમાં કૉમ્પ્લિકેશન ઊભાં થયા બાદ સારવાર માટે લંડન જવું પડ્યું છે. મને કહેવામાં આવ્યું છે કે જો તેમને સમયસર યોગ્ય સારવાર ન મળે તો અંધાપો પણ આવી શકે છે. જોકે હવે તેમની સર્જરી થઈ ગઈ છે.’