Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > `મોટો બંગલો` ખાલી નથી કરવા માગતા આપ સાંસદ રાઘવ ચડ્ઢા, રાહત માટે HCમાં કરી અરજી

`મોટો બંગલો` ખાલી નથી કરવા માગતા આપ સાંસદ રાઘવ ચડ્ઢા, રાહત માટે HCમાં કરી અરજી

Published : 10 October, 2023 03:58 PM | IST | Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આમ આદમી પાર્ટી (આપ)ના રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ઢા તેમને મળેલા મોટા બંગલાને ખાલી કરવા નથી માગતા. ટાઈપ-7 બંગલાને લઈને દિલ્હીની એક કૉર્ટના આદેશને તેમણે હવે હાઈકૉર્ટમાં પડકાર આપ્યો.

રાઘવ ચડ્ઢા (તસવીર સૌજન્ય મિડ-ડે)

રાઘવ ચડ્ઢા (તસવીર સૌજન્ય મિડ-ડે)


આમ આદમી પાર્ટી (આપ)ના રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ઢા તેમને મળેલા મોટા બંગલાને ખાલી કરવા નથી માગતા. ટાઈપ-7 બંગલાને લઈને દિલ્હીની એક કૉર્ટના આદેશને તેમણે હવે હાઈકૉર્ટમાં પડકાર આપ્યો.


તાજેતરમાં પરિણીતિ ચોપરા સાથે લગ્ન કરનારા આમ આદમી પાર્ટી (આપ)ના રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ઢા તેમને મળેલા મોટા બંગલાને ખાલી કરવા નથી માગતા. ટાઈપ-7 બંગલાને લઈને દિલ્હીની એક કૉર્ટે તેમના વિરુદ્ધ આવેલા આદેશ બાદ તેમણે હાઈકૉર્ટ તરફ વળ્યા છે. અરજીને ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સંજીવ નરૂલાની પીઠ સામે સૂચીબદ્ધ કરવામાં આવ્યા છે, જેના પર બુધવારે સુનાવણી થશે.



ચડ્ઢાના વકીલે કહ્યું કે સંસદ સભ્યને એક નૉટિસ આપવામાં આવી અને બંગલો ખાલી કરાવવાની કાર્યવાહી ચાલુ છે. તેમણે આ પહેલા કહ્યું કે નીચલી કૉર્ટ તરફથી સ્ટે મૂકવામાં આવ્યો હતો પણ આને હવે ખસેડી લેવામાં આવ્યો છે. દિલ્હીની પટિયાલા હાઉસ કૉર્ટે પોતાના ઇન્ટરિમ આદેશમાં ફેરફાર કરતા કહ્યું હતું કે રાઘવ ચડ્ઢા એ દાવો ન કરી શકે કે ફાળવણી રદ થયા પછી પણ તેમને રાજ્યસભાના સભ્ય તરીકે સરકારી બંગલા પર કબજો રાખવાનો સંપૂર્ણ અધિકાર છે. વધારાના જિલ્લા ન્યાયાધીશ સુધાંશુ કૌશિકે 18 એપ્રિલે રાજ્યસભા સચિવાલયને ચઢ્ઢાને સરકારી બંગલામાંથી બહાર ન કાઢવાનો નિર્દેશ આપતા આદેશને રદબાતલ કરતા આ નિર્દેશ આપ્યા હતા.


5 ઑક્ટોબરના આદેશમાં, ન્યાયાધીશે જણાવ્યું હતું કે સંસદ સભ્યને એક વખત આપવામાં આવેલ આવાસ સભ્યના સમગ્ર કાર્યકાળ દરમિયાન કોઈપણ સંજોગોમાં રદ કરી શકાય નહીં તેવી દલીલ ફગાવી દેવાને પાત્ર છે. કોર્ટે કહ્યું કે સરકારી આવાસની ફાળવણી એ સાંસદને આપવામાં આવેલ વિશેષાધિકાર છે અને ફાળવણી રદ થયા પછી પણ તેને કબજો ચાલુ રાખવાનો કોઈ અધિકાર નથી. સાંસદને ભૂલથી ટાઈપ-7 બંગલો ફાળવવામાં આવ્યો હતો. પ્રથમ વખત સાંસદ હોવાના કારણે તેમને આ શ્રેણીનો બંગલો મળી શકે તેમ નથી.

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ સરકારી બંગલો બચાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. હાલમાં જ પટિયાલા હાઉસ કોર્ટે તેમને ટાઈપ 7 બંગલો ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. પટિયાલા હાઉસ કોર્ટના નિર્ણય સામે હવે રાજ્યસભાના સાંસદ હાઈકોર્ટમાં પહોંચ્યા છે.


આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ વચગાળાના આદેશને રદ કરવાના નીચલી કોર્ટના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. આ અરજીને ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સંજીવ નરુલાની બેંચ સમક્ષ સુનાવણી માટે રજૂ કરવામાં આવી હતી, જે બુધવારે તેને સૂચિબદ્ધ કરવા સંમત થઈ હતી. ચઢ્ઢાના વકીલે કહ્યું કે સંસદ સભ્યને નોટિસ પાઠવવામાં આવી છે અને બંગલો ખાલી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. અગાઉ તેમણે કહ્યું હતું કે નીચલી અદાલત દ્વારા સ્ટે લાદવામાં આવ્યો હતો પરંતુ હવે તેને હટાવી લેવામાં આવ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

10 October, 2023 03:58 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK