મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના ગુનેગાર સંજય રૉયને સોમવારે સજાનું એલાન
સંજય રૉય
કલકત્તામાં આવેલી રાધે ગોવિંદ (RG) કર હૉસ્પિટલમાં ૨૦૨૪ના ઑગસ્ટ મહિનામાં એક ટ્રેઇની ડૉક્ટર પર બળાત્કાર અને ત્યાર બાદ તેની હત્યાના કેસમાં સિયાલદાહની સિવિલ અને ક્રિમિનલ કોર્ટે મુખ્ય આરોપી સંજય રૉયને દોષી જાહેર કર્યો છે. સોમવાર, ૨૦ જાન્યુઆરીએ તેને આપવામાં આવનારી સજાનું એલાન કરવામાં આવશે. વધારાના ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ અનિર્બાન દાસની અદાલતમાં ૧૧ નવેમ્બરથી આ કેસની સુનાવણી શરૂ કરવામાં આવી હતી.
આરોપી સિવિક વૉલન્ટિયર સંજય રૉયને ભારતીય ન્યાય સંહિતાની કલમ ૬૪, ૬૬ અને ૧૦૩(૧) હેઠળ બળાત્કાર અને હત્યાનો દોષી માનવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આ ઘટનાના પડઘા આખા દેશમાં પડ્યા હતા અને જુનિયર ડૉક્ટરોએ હડતાળ કરી હતી.