પાપલપ્રીત પાકિસ્તાનના આઇએસઆઇ સાથે પણ સંપર્કમાં હતો.
પાપલપ્રીત સિંહ અને અમ્રિતપાલ સિંહની ફાઇલ તસવીર
કટ્ટરપંથી ઉપદેશક અને ખાલિસ્તાની અમ્રિતપાલ સિંહના નજીકના સહયોગી પાપલપ્રીત સિંહની પંજાબના હોશિયારપુરથી ધરપકડ કરવામાં આવી હોવાનું ગઈ કાલે જણાવવાના સાથે પોલીસે ઉમેર્યું હતું કે પંજાબ પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં પાપલપ્રીતની ધરપકડ કરાઈ હતી, જેમાં કાઉન્ટર ઇન્ટેલિજન્સ વિંગ પણ સામેલ હતી. પાપલપ્રીત સિંહ અમ્રિતપાલ સિંહનો માર્ગદર્શક હોવાનું મનાય છે તેમ જ તે કથિત રીતે પાકિસ્તાનના આઇએસઆઇ સાથે પણ સંપર્કમાં હતો.
પંજાબ પોલીસે ખાલિસ્તાન સમર્થક અમ્રિતપાલ અને તેના સહયોગી પાપલપ્રીત વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી ત્યારથી એટલે કે ૧૮ માર્ચથી તેઓ ફરાર હતા. કઅમ્રિતપાલ અને તેના સહયોગી વિરુદ્ધ વિવિધ વર્ગો વચ્ચે વેરભાવ વધારવા, હત્યાના પ્રયાસ, પોલીસકર્મી પર હુમલો તેમ જ જાહેર સેવકો દ્વારા કરાતી કાર્યવાહીમાં વિક્ષેપ નાંખવા તેમ જ અન્ય અનેક ફોજદારી ગુના નોંધાયા છે.