મહિલા કૉન્સ્ટેબલ ઇન્ટાગ્રામ પર ૩૭,૦૦૦ ફૉલોઅર્સ ધરાવે છે અને તે પોલીસ યુનિફૉર્મમાં ઇન્સ્ટાગ્રામ પર તેના વિડિયો પોસ્ટ કરે છે.
કૉન્સ્ટેબલ અમનદીપ કૌર
પંજાબ પોલીસમાં કામ કરતી સિનિયર મહિલા કૉન્સ્ટેબલ અમનદીપ કૌર ૧૭.૭૧ ગ્રામ હેરોઇન સાથે ઝડપાયા બાદ તેને નોકરીમાંથી ડિસમિસ કરી દેવામાં આવી છે. આ મહિલા કૉન્સ્ટેબલ ઇન્ટાગ્રામ પર ૩૭,૦૦૦ ફૉલોઅર્સ ધરાવે છે અને તે પોલીસ યુનિફૉર્મમાં ઇન્સ્ટાગ્રામ પર તેના વિડિયો પોસ્ટ કરે છે.
ગુપ્ત માહિતીના આધારે આ કૉન્સ્ટેબલની મહિન્દ્ર થારને અટકાવવામાં આવી હતી અને એમાંથી ૧૭.૭૧ ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું. તેની સામે નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાઇકોટ્રૉપિક સબસ્ટન્સિસ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે એ તપાસી રહી છે કે અમનદીપ પાસે આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને તે કોને સપ્લાય કરવા જઈ રહી હતી.
ADVERTISEMENT
સોશ્યલ મીડિયા પર તે પોલીસ_કૌરદીપ નામથી ઓળખાય છે અને તેના ૩૭,૦૦૦ ફૉલોઅર્સ છે. તે જાતજાત રીલ્સ પોસ્ટ કરે છે. તે પોલીસ યુનિફૉર્મમાં મોટાં ગૉગલ્સ, ફૅન્સી ઘડિયાળો પહેરીને પંજાબી ગીતો ગાતી જોઈ શકાય છે. તેની પાસે મોંઘો આઇ-ફોન પણ છે. પોલીસને યુનિફૉર્મમાં કોઈ પણ પ્રકારની રીલ્સ મૂકવાની ના પાડવામાં આવી હોવા છતાં તે આવી રીલ્સ પોસ્ટ કરે છે.
છે કૉન્ટ્રોવર્સી ક્વીન
ગુરમીત કૌર નામની એક મહિલાએ અમનદીપ કૌરની ભપકાદાર જીવનશૈલી વિશે સવાલ ઉઠાવ્યા છે અને આરોપ લગાવ્યો છે કે તેની પાસે બે કરોડ રૂપિયાનું ઘર, બે કાર અને એક લાખ રૂપિયાની ઘડિયાળ છે. ફેસબુક પરના એક વિડિયોમાં ગુરમીતે દાવો કર્યો છે કે મારા ઍમ્બ્યુલન્સ ડ્રાઇવર પતિ બલવિંદર સિંહ સાથે અમનદીપ કૌર લિવ-ઇન રિલેશનશિપમાં છે અને હેરોઇન વેચવા માટે તેઓ ઍમ્બ્યુલન્સનો ઉપયોગ કરે છે.

