PRS Oberoi No More: ઑબેરોય ગ્રુપના માનદ અધ્યક્ષ પૃથ્વીરાજ સિંહ ઑબેરોયનું આજે નિધન થયું છે. પીઆરએસ ઑબેરોયે ભારતમાં હોટલ બિઝનેસને નવી દિશા આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
પૃથ્વીરાજ સિંહ ઑબેરોયની ફાઇલ તસવીર
ઑબેરોય ગ્રુપના માનદ અધ્યક્ષ પૃથ્વીરાજ સિંહ ઑબેરોય (PRS ઑબેરોય)નું આજે એટલે કે મંગળવારે સવારે નિધન (PRS Oberoi No More) થયું છે. પીઆરએસ ઑબેરોયે ભારતમાં હોટલ બિઝનેસને નવી દિશા આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓએ આ વ્યવસાયનો ચહેરો બદલવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા. તેઓ 94 વર્ષના હતા. પૃથ્વી રાજ સિંહ ઑબેરોયે ભારતમાં હોટેલ ઈન્ડસ્ટ્રીઝનો ચહેરો બદલી નાખ્યો. PRS ઑબેરોયે વર્ષ 2022માં EIH લિમિટેડના એક્ઝિક્યુટિવ ચેરમેન અને EIH એસોસિએટેડ હોટેલ્સ લિમિટેડના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું.
એવું પણ અવશ્ય કહી શકાય કે મહત્વના શહેરોમાં અનેક લક્ઝરી હોટેલો ખોલીને આંતરરાષ્ટ્રીય લક્ઝરી પ્રવાસીઓ માટે ઑબેરોય હોટલોને નકશા પર મૂકવાનો શ્રેય PRS ઑબેરોય (PRS Oberoi No More)ને જાય છે.
ADVERTISEMENT
અનેક એવોર્ડસથી નવાજવામાં આવ્યાં હતા
તમને જણાવી દઈએ કે પીઆરએસ ઑબેરોયને જાન્યુઆરી 2008માં દેશના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા. ઇન્ટરનેશનલ લક્ઝરી ટ્રાવેલ માર્કેટ (ILTM) એ તેમના અસાધારણ નેતૃત્વ, દ્રષ્ટિ અને વૃદ્ધિ યોગદાનની વૈશ્વિક માન્યતામાં ડિસેમ્બર 2012માં તેમને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. ઑબેરોય ગ્રૂપ એ વિશ્વની અગ્રણી લક્ઝરી હોટેલ ચેઈન્સમાંની એક છે. પીઆરએસ ઑબેરોય (PRS Oberoi No More)ને ઉદ્યોગમાં તેમના અમૂલ્ય યોગદાન માટે ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
બ્રિટન અને સ્વિટ્ઝર્લેન્ડમાં કર્યો હતો અભ્યાસ
પીઆરએસ ઑબેરોય (PRS Oberoi No More)ના નેતૃત્વમાં ઑબેરોય ગ્રૂપે દેશના ઘણા શહેરોમાં લક્ઝરી હોટલ શરૂ કરી. તેઓ ઑબેરોય ગ્રુપના સ્થાપક રાય બહાદુર એમએસ ઑબેરોયના પુત્ર હતા અને તેમનો જન્મ 3 ફેબ્રુઆરી 1929ના રોજ થયો હતો. ભારતમાં તેમનો પ્રારંભિક અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે બ્રિટન અને સ્વિટ્ઝર્લેન્ડમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું.
પીઆરએસ ઑબેરોયને પર્યટન અને આતિથ્ય ક્ષેત્રે દેશમાં તેમના અસાધારણ યોગદાન માટે પદ્મ વિભૂષણ સહિત અનેક પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા. વર્ષ 2022માં તેમણે EIH લિમિટેડના એક્ઝિક્યુટિવ ચેરમેન અને EIH એસોસિએટેડ હોટેલ્સ લિમિટેડના ચેરમેન પદ છોડી દીધું હતું. પીઆરએસ ઑબેરોયે દેશના ઘણા શહેરોમાં આંતરરાષ્ટ્રીય લક્ઝરી લેવલની હોટલ શરૂ કરી હતી. ઑબેરોય બ્રાન્ડ હવે અસાધારણ લક્ઝરી હોટેલ્સનો પર્યાય બની ગઈ છે.
આજે સાંજે તેમના અંતિમ સંસ્કાર થશે
કંપનીએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે પૃથ્વી રાજ સિંહ ઑબેરોય (PRS Oberoi No More)ના અંતિમ સંસ્કાર આજે સાંજે 4 વાગ્યે કરવામાં આવશે. અંતિમ સંસ્કાર ભગવંતી ઑબેરોય ચેરીટેબલ ટ્રસ્ટ, ઑબેરોય ફાર્મ, કપાસેરા ખાતે કરવામાં આવશે. કંપનીએ આ સાથે જ વિગતે જણાવ્યું હતું કે, ઑબેરોય ગ્રુપમાંથી કોઈ પણ વ્યક્તિ અથવા પીઆરએસ ઑબેરોયને ઓળખતી કોઈપણ વ્યક્તિ અંતિમ સંસ્કારમાં ભાગ લઈ શકે છે. ગ્રુપની તમામ હોટલ અને કોર્પોરેટ ઓફિસમાં તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના પણ કરવામાં આવશે.