બર્થડે પર સોનિયા ગાંધીની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શૅર કરી પ્રિયંકા ગાંધી
ફાઇલ તસવીર
કોંગ્રેસ લીડર પ્રિયંકા ગાંધી વાડ્રાએ માતા સોનિયા ગાંધીના જન્મ દિવસ નિમિત્તે તેમની સાથેની એક જૂની તસવીર શૅર કરી હતી. ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશ્યલ મીડિયા વેબસાઇટ્સ પર પાર્ટીના ઇન્ટ્રીમ વડા સોનિયા ગાંધીની આ તસવીર સાથે તેમને જન્મદિવસની શુભેચ્છાઓ અપાઇ હતી.
આ સાથે પ્રિયંકાએ તસવીરને કેપ્શન આપી સોનિયા ગાંધીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી.
ADVERTISEMENT
View this post on Instagram
તેમણે ફેસબુક પર પણ પોતાનાં માતાનો જન્મદિવસ તેમની જુની તસવીરો શૅર કરી વર્ચ્યુઅલી ઉજવ્યો હતો.બુધવારે 74 વર્ષનાં થયેલા સોનિયા ગાંધીએ આ વર્ષે તેમનો જન્મદિવસ ઉજવવાનું ટાળ્યું છે, આ પાછળ ખેડૂતોની સમસ્યા અને કોરોવાનાઇરસ રોગચાળાને કારણે ખડાં થયેલા કપરાં સંજોગો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોંગ્રેસ વડાંને ટ્વિટર પર વિશ કર્યું હતું.
Birthday greetings to Smt. Sonia Gandhi Ji. May God bless her with a long and healthy life.
— Narendra Modi (@narendramodi) December 9, 2020

