પ્રિયંકા ગાંધી વાડ્રાએ લખ્યો ભાવુક પત્ર
ફાઇલ તસવીર
કૉન્ગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ લોકસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસને ૯૯ બેઠકો મળવાની ખુશાલી વ્યક્ત કરતાં રાહુલ ગાંધીની મહેનત અને પ્રખર સંઘર્ષની તારીફ કરી છે. વાયનાડ અને રાયબરેલી બેઠક પર જીત માટે તેમણે રાહુલ ગાંધીને અભિનંદન આપ્યાં હતાં. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખેલા એક ભાવુક પત્રમાં તેમણે જૂઠની સામે નહીં ઝૂકવા બદલ અને સચ્ચાઈ માટે લગાતાર સંઘર્ષ કરતા રહેવા પર રાહુલ માટે ગર્વ દર્શાવ્યો છે. પ્રિયંકાએ લખ્યુું છે...
આપના દૃઢ નિશ્ચય પર સંદેહ કરવા અને આપના વિરોધમાં જૂઠનો વધારે દુષ્પ્રચાર કરવામાં આવવા છતાં આપ ક્યારેય ઝૂક્યા નહીં અને સચ્ચાઈ માટે આપ લડતા રહ્યા. રાહુલ ગાંધીએ પ્યાર, સચ્ચાઈ અને કરુણાની સાથે નફરતના વિરોધમાં લડાઈ લડી. મને મારા ભાઈ પર ગર્વ છે. આપ આપના લક્ષ્ય પ્રતિ કાર્ય કરતા રહો. તે લોકોએ તમારા માટે શું કહ્યું, શું કર્યું એની પરવા ન કરો. કોઈ પણ પરેશાની રહી હોય તો પણ આપ ઝૂક્યા નહીં. આપના દૃઢ નિશ્ચયને લઈને તેઓ ગમે એટલો સંદેહ કરે તો પણ આપે પોતાના પર ભરોસો જાળવી રાખ્યો. તે લોકોએ આપના માટે મોટા પ્રમાણમાં દુષ્પ્રચાર કર્યો, પણ આપ સચ્ચાઈની લડત લડવાના માર્ગથી પાછળ ન હટ્યા. આપે કદી ગુસ્સો ન કર્યો, નફરત ન કરી, હકીકતમાં તે લોકો આપને આવું કરવા માટે રોજ ઉકસાવતા રહ્યા. આપે આપના દિલમાં પ્યાર, સચ્ચાઈ અને દયા રાખીને સંઘર્ષ કર્યો. જે લોકોએ આપમાં એવું નથી જોયું એ તેઓ હવે જોઈ રહ્યા છે, પણ અમારામાંથી ઘણા લોકો એ હંમેશાં આપમાં જુએ છે અને આપને સૌથી બહાદુર માને છે. ભાઈ રાહુલ ગાંધી, મને આપની બહેન હોવાનો ગર્વ છે.