આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી યુનિવર્સિટીને ત્રણ ઈમારતોની ભેટ આપી છે. દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, “અહીં આવવું એ મારા માટે પોતાના ઘરે આવવા જેવું છે.
પીએમ નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 જૂને દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તમામ વિદ્યાર્થીઓ માટે હાજરી ફરજિયાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન દિલ્હી યુનિવર્સિટીના કોમ્પ્યુટર સેન્ટર અને ટેક્નોલોજી સેન્ટર અને યુનિવર્સિટીના નોર્થ કેમ્પસમાં બનાવવામાં આવનાર એકેડેમિક બ્લોકની ઇમારતનો શિલાન્યાસ પણ કરવાના છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હી યુનિવર્સિટીની સ્થાપના 1 મે 1922ના રોજ થઈ હતી. છેલ્લા 100 વર્ષોમાં યુનિવર્સિટીએ અભૂતપૂર્વ વિકાસ કર્યો છે. હવે તેમાં 86 વિભાગ, 90 કોલેજ, 6 લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડાયેલા છે. પીએમ નરેન્દ્ર મોદીજીએ કહ્યું હતું કે, “ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. અમારું લક્ષ્ય વિકસિત ભારતને નિર્માણ કરવાનું છે. વિશ્વના લોકો ભારતને જાણવા માંગે છે. વિશ્વમાં ભારતીય યુવાનો માટે તકો ઉભી કરવામાં આવી રહી છે. વિશ્વનું સૌથી મોટું હેરિટેજ મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે. ભારતીય યુનિવર્સિટીઓની વૈશ્વિક ઓળખ વધી રહી છે. વિશ્વમાં ભારતનું ગૌરવ પણ વધ્યું છે. દેશના યુવાનો કંઈક નવું કરવા માગે છે. દેશમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા હવે એક લાખને પાર થઈ ગઈ છે. મોટી કંપનીઓએ ભારતમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો છે.”
ADVERTISEMENT
આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી યુનિવર્સિટીને ત્રણ ઈમારતોની ભેટ આપી છે. દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, “અહીં આવવું એ મારા માટે પોતાના ઘરે આવવા જેવું છે. દિલ્હી યુનિવર્સિટી દરેક મહત્વપૂર્ણ ક્ષણની સાક્ષી રહેલી છે.”
તેઓએ ઉમેર્યું હતું કે, “તમે ભલે જે વર્ષે પાસઆઉટ થયા હોવ, DUના બે જણ આ વાર્તાઓ પર કલાકો વિતાવી શકે છે. આ બધાની વચ્ચે હું માનું છું કે જો DUએ સો વર્ષમાં તેની લાગણીઓને જીવંત રાખી છે. તો તેણે તેના મૂલ્યોને પણ જીવંત રાખ્યા છે. ‘નિષ્ઠા દ્વિતીય સત્યમ’ યુનિવર્સિટીનું આ સૂત્ર તેના વિદ્યાર્થીઓના જીવનમાં એક લાઇટિંગ લેમ્પ સમાન છે.”
મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિલ્હી યુનિવર્સિટીની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કાળા કપડા પહેરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ દ્વારા તૈયાર કરવામાં આવેલા પોસ્ટરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. પ્રદર્શિત કરાયેલ પોસ્ટરોમાં યુનિવર્સિટીની 100 વર્ષની સફર બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમાં DUની સિદ્ધિઓની ઝલક પણ જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને નક્કર વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ તેઓએ મેટ્રોની યાત્રા પણ કરી હતી. મોદીની મેટ્રો યાત્રા દરમિયાન વિશ્વવિદ્યાલય મેટ્રો સ્ટેશનથી પ્રવેશ અને એક્ઝિટ બંધ કરી દેવામાં આવ્યું હતું. PM મોદી સવારે 11 વાગ્યે વિશ્વવિદ્યાલય મેટ્રો સ્ટેશનથી બહાર આવ્યા હતા.