રાષ્ટ્રપતિનું સંબોધનઃરજૂ કર્યું મોદી સરકારનું રિપોર્ટ કાર્ડ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપીને પોતાના સંબોધનની શરૂઆત કરી. તેમણે કહ્યું કે મારી સરકારના પ્રયત્નોમાં શોષણના રાજકારણ વિરુદ્ધ રામમનોહર લોહિયાની નીતિઓની સમાનતા પર આધારિત હોવાનું દેખાય છે. તેમણે કહ્યું કે 2014 પહેલા દેશ અનિશ્ચિતિતામાંથી પસાર થઈ રહ્યો હતો. ચૂંટણી બાદ મારી સરકારે નવું ભારત બનાવવાનો સંકલ્પ લીધો. એક એવું ભારત જેમાં વ્યવસ્થાઓ પૂર્ણ હોય.
રાષ્ટ્રપતિએ કહ્યું કે મારી સરકારનું ધ્યેય હતું કે તમામ દેશવાસીઓનું જીવન સુધરે. મારી સરકારના લક્ષ્ય દેશના ગરીબોએ નક્કી કર્યા છે. આ જ વિચારે મારી સરકારને આગળ વધારી. દીનદયાળ ઉપધ્યાયના અંતોદયનું આ જ ધ્યેય હતું. મારી સરકારે દેશમાં નવી ઉર્જા સંચાર કર્યો, સરકારે દેશવાસીઓનો વિશ્વાસ જીત્યો છે.
ADVERTISEMENT
સ્વચ્છ ભારતને મળ્યું નવું સ્તર
રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં સરકારનું લક્ષ્ય સામાન્ય નાગરિકોની પાયાની જરૂરિયાતો પૂરી કરવાનું હોવાનો પણ ઉલ્લેખ કર્યો. પ્રભુ બસન્નાની નીતિ પર અમારી સરકાર આગળ વધી રહી છે. 9 કરોડથી વધુ શૌચાલયનું નિર્માણ થયું છે. 2014માં 40 ટકાથી વધુ શૌચાલય હતા પરંતુ હવે 98 ટકા શૌચાલય બની ચૂક્યા છે.
ગેસ કનેક્શનમાં બન્યો નવો રેકોર્ડ
તેમણે કહ્યું કે અમે આ વર્ષે 2 ઓક્ટોબર સુધીમાં દેશને સ્વચ્છ બનાવવા પ્રયાસ કર્યો છે. ઉજ્જવલા યોજના અંતર્ગત 6 કરોડથી વધુ ગેસ કનેક્શન આપ્યા છે. 2014 સુધી માત્ર 12 કરોડ કનેક્શન હતા. સાડા ચાર વર્ષમાં સરકારે કુલ 13 કરોડ કનેક્શન આપ્યા.
આ પણ વાંચોઃબજેટ 2019: સંસદનુ બજેટ સત્ર શરૂ, હોબાળાના અણસાર
ગરીબોને સરળતાથી મળે છે સારવાર
રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં આયુષ્માન ભારત યોજનાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આયુષ્માન ભારત યોજના વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના છે. આ યોજના અંતર્ગત દરેક પરિવારને પ્રતિ વર્ષ 5 લાખ રૂપિયા સુધીની સહાય મળે છે. 4 મહિનામાં 10 લાખથી વધુ લોકો આ યોજનાનો લાભ લઈ ચૂક્યા છે.
તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના અંતર્ગત દેશભરમાં 600થી વધુ જિલ્લામાં 4,900 જન ઔષધિ કેન્દ્ર ખુલી ચૂક્યા છે. આ કેન્દ્રોમાં 700થી વધુ દવાઓ ઓછી કિંમતે મળી રહી છે.