Delhi Service Bill: સંસદના બન્ને સદનમાં પાસ થયા બાદ રાષ્ટ્રપતિએ પણ દિલ્હી સર્વિસ બિલને પોતાની સ્વીકૃતિ આપી દીધી છે.
અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)
Delhi Service Bill: સંસદના બન્ને સદનમાં પાસ થયા બાદ રાષ્ટ્રપતિએ પણ દિલ્હી સર્વિસ બિલને પોતાની સ્વીકૃતિ આપી દીધી છે.
Delhi Service Bill: સંસદના બન્ને સદનમાં પાસ થયા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ દિલ્હી સર્વિસ બિલને પોતાની સ્વીકૃતિ આપી દીધી ચે. આની સાથે જ 19 મેના રોજ જાહેર થયેલ અધ્યાદેશ હવે કાયદો બની ગયો છે. પહેલા સુપ્રીમ કૉર્ટમાં દિલ્હી સરકારે આ અધ્યાદેશને પડકાર આપ્યો હતો, હવે સંશોધિત કાયદાને પડકાર આપશે.
ADVERTISEMENT
સંસદના મૉનસૂન સત્રમાં દિલ્હી સર્વિસ બિલ રજૂ કરવામાં આવ્યું. આ બિલને લોકસભામાં 3 ઑગસ્ટના રોજ પાસ કરવામાં આવ્યો. લોકસભામાં બહુમતને કારણે કેન્દ્રને બિલ પાસ કરાવવામાં કોઈ મુશ્કેલી સામે આવી નહીં. રાજ્યસભામાં સરકાર પાસે આંકડા ઓછા હતા અને ત્યાં પાસ કરાવવાના પડકાર હતા પણ સરકારને અહીં પણ સફળતા મળી અને 7 ઑગસ્ટના રોજ ઉચ્ચ સદનમાંથી પણ આ બિલ પાસ થઈ ગયો.
અરવિંદ કેજરીવાલે જણાવ્યો કાળો દિવસ
રાજ્યસભામાં બિલના સમર્થનમાં 131 વોટ પડ્યા હતા, જ્યારે વિપક્ષમાં 102 સભ્યોએ વોટ કર્યા. આમ આદમી પાર્ટીની અપીલ પર ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ બધા સભ્યોએ બિલના વિરોધમાં મત આપ્યો હતો. કૉંગ્રેસે પણ બિલના વિરોધમાં મતદાન કર્યું હતું. જો કે, ગઠબંધનના સભ્ય આરએલડી નેતા જયંત ચૌધરીએ આ મતદાનથી અંતર સાધ્યું હતું.
રાજ્યસભામાંથી બિલ પાસ થયા બાદ દિલ્હીના મુખ્યમંત્રી આમ આદમી પાર્ટી નેતા અરવિંદ કેજરીવાલે આને ભારતીય લોકતંત્ર માટે કાળો દિવસ ગણાવ્યો હતો. કેજરીવાલે કહ્યું હતું કે આ બિલ દિલ્હીની ચૂંટાઈને આવેલી સરકારને કામ નહીં કરવા દે.
દિલ્હી સર્વિસ કાયદાની કેટલીક ખાસ વાતો
દિલ્હી સરકારમાં અધિકારીઓની બદલી અને નિયુક્તિ રાષ્ટ્રીય રાજધાની સિવિલ સેવા પ્રાધિકરણ (એનસીસીએસએ) કરશે. આના ચૅરમેન મુખ્યમંત્રી છે અને બે અન્ય સભ્ય મુખ્ય સચિવ અને ગૃહ સચિવ છે. એટલે કે મુખ્યમંત્રી અલ્પમતમાં છે, તે પોતાની મરજીથી કંઈ જ નહીં કરી શકે.
દિલ્હી વિધાનસભા દ્વારા અધિનિયમિત કાયદા દ્વારા બનાવવામાં આવેલા કોઈ બૉર્ડ એક પંચ માટે નિયુક્તિ મામલે એનસીસીએસએ નામોના એક પેનલની ભલામણ ઉપરાજ્યપાલને કરશે. ઉપરાજ્યપાલ અનુશંસિત નામની પેનલના આધારે નિયુક્તિઓ કરશે.
હવે મુખ્ય સચિવ એ નક્કી કરશે કે કેબિનેટનો નિર્ણય યોગ્ય છે કે અયોગ્ય.
આ રીતે જો સચિવને લાગે છે કે મંત્રીનો આદેશ કાયદાકીય રૂપે ખોટો છે તો તે માનવાની ના પાડી શકે છે.
સતર્કતા સચિવ અધ્યાદેશના આવ્યા બાદ ચૂંટાયેલી સરકાર પ્રત્યે જવાબદાર નથી તે એલજી પ્રત્યે બનાવવામાં આવેલા પ્રાધિકરણ હેઠળ જ જવાબદાર છે.
હવે જો મુખ્યસચિવને લાગે છે કે કેબિનેટનો નિર્ણય ગેર-કાયદેસર છે તો તે તેને ઉપરાજ્યપાલ પાસે મોકલશે. આમાં ઉપરાજ્યપાલને એ શક્તિ આપવામાં આવી છે કે તે કેબિનેટના કોઈપણ નિર્ણયને બદલી શકે છે.
દિલ્હીમાં જે પણ અધિકારીઓ કાર્યરત હશે. તેમના પર દિલ્હીની ચૂંટાયેલી સરકારનો કન્ટ્રોલ ખતમ થઈ ગયો છે, બધી જ શક્તિઓ એલજી દ્વારા કેન્દ્ર પાસે ગઈ છે.