પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભમાં જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની શિબિરમાં ૧૧૦૦ પૂજારીઓ ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા માટે મહાયજ્ઞ કરશે
મહાયજ્ઞ
પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભમાં જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની શિબિરમાં ૧૧૦૦ પૂજારીઓ ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા માટે મહાયજ્ઞ કરશે. આ સૌથી મોટા યજ્ઞકુંડનો ડ્રોન વિડિયો સામે આવ્યો છે જેમાં આ મંડપમાં ૩૨૪ કુંડ અને ૯ શિખર છે. એમાં યજ્ઞ એક મહિનો ચાલશે અને રોજ ૯ કલાક યજ્ઞ કરવામાં આવશે.
સ્વામી અવિમુક્તેશ્વરાનંદે ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા માટે પહેલાં અનેક વાર અવાજ ઉઠાવ્યો છે. મહારાષ્ટ્રે ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપ્યો ત્યારે તેમણે એ નિર્ણયની પ્રશંસા કરી હતી. હવે તેઓ ગાયને રાષ્ટ્રીય સ્તરે આ દરજ્જો અપાવવાની માગણી કરી રહ્યા છે. આ માગણીના સમર્થનમાં આ મહાયજ્ઞ કરવામાં આવી રહ્યો છે.