Pravasi Bharatiya Divas: ૧૮મા પ્રવાસી ભારતીય દિવસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘આભાર, તમારા કારણે મને દુનિયામાં ગર્વથી માથું ઊંચું કરવાની તક મળે છે’
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓડિશાના ભુવનેશ્વરમાં `પ્રવાસી ભારતીય દિવસ` સંમેલનના ઉદ્ઘાટન દરમિયાન સભાને સંબોધિત કરી રહ્યા છે (તસવીર સૌજન્ય : પીટીઆઇ)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુરુવારે ઓડિશા (Odisha)ના ભુવનેશ્વર (Bhubaneshwar)માં ૧૮મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલન (18th Pravasi Bharatiya Divas Convention)ના ઉદ્ઘાટન સમારોહમાં પહોંચ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભુવનેશ્વરમાં પ્રવાસી ભારતીય દિવસ સંમેલન (Pravasi Bharatiya Divas)ના ઉદ્ઘાટન સમયે ભારતીય ડાયસ્પોરાને સંબોધિત કર્યા હતા.
સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, ‘ભારત દુનિયાને કહેવા સક્ષમ છે કે ભવિષ્ય યુદ્ધમાં નહીં પણ બુદ્ધમાં રહેલું છે. તેથી, ઓડિશાની આ ભૂમિ પર તમારું સ્વાગત કરવું તેમના માટે ખૂબ જ ખાસ બની જાય છે. તેમણે હંમેશા ભારતીય ડાયસ્પોરાને ભારતના રાજદૂત માન્યા છે. જ્યારે તે વિશ્વભરના ભારતીયોને મળે છે અને તેમની સાથે વાતચીત કરે છે ત્યારે તે ખૂબ જ ખુશ થાય છે. તેઓ મળેલા પ્રેમને ભૂલી શકતા નથી. બધાનો પ્રેમ અને આશીર્વાદ હંમેશા તેમની સાથે રહે છે.’
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક ક્ષેત્રમાં ભારતની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘આજે ભારત મેડ ઇન ઇન્ડિયા ફાઇટર જેટનું ઉત્પાદન કરી રહ્યું છે. ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવી રહ્યું છે. એ દિવસ દૂર નથી જ્યારે તમે ભારતમાં બનેલા વિમાનમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવા ભારત આવશો. ભારતની વૈશ્વિક ભૂમિકા વધી રહી છે. આજે ભારત સંપૂર્ણ તાકાતથી ગ્લોબલ સાઉથનો અવાજ ઉઠાવી રહ્યું છે. આજે હું વ્યક્તિગત રીતે દરેકનો આભાર માનવા માંગુ છું અને તેમને થેન્કયૂ કહું છું. કારણ કે તમારા કારણે તમને દુનિયામાં ગર્વથી માથું ઊંચું કરવાની તક મળે છે. છેલ્લા ૧૦ વર્ષમાં હું વિશ્વના ઘણા નેતાઓને મળ્યો છું, વિશ્વના દરેક નેતા ભારત અને NRIsની ખૂબ પ્રશંસા કરે છે. આનું એક મોટું કારણ એ છે કે તમે બધા ત્યાંના સમાજમાં સામાજિક મૂલ્યો ઉમેરો છો. આપણે ફક્ત લોકશાહીના માતા નથી, લોકશાહી આપણા જીવનનો એક ભાગ છે. ભારતીયો જ્યાં પણ જાય છે, ત્યાંના સમાજ સાથે જોડાય છે. તેઓ જ્યાં પણ જાય છે ત્યાંના નિયમો અને પરંપરાઓનું સન્માન કરે છે.’
પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં ઓડિશાની ધરતી પર NRIsનું સ્વાગત કરતા, પીએમ મોદીએ કહ્યું કે, ‘આજે જે મહાન ભૂમિ પર તેઓ બધા ભેગા થયા છે તે ભારતના સમૃદ્ધ વારસાનું પણ પ્રતિબિંબ છે. ઓડિશામાં દરેક પગલે આપણો વારસો દેખાય છે. સેંકડો વર્ષ પહેલાં પણ, ઓડિશાના આપણા વેપારીઓ બાલી, સુમાત્રા, જાવા જેવા સ્થળોએ લાંબા અંતરની મુસાફરી કરતા હતા. આજે પણ ઓડિશામાં બાલી યાત્રાનું આયોજન કરવામાં આવે છે. જ્યારે દુનિયા તલવારના જોરે સામ્રાજ્યોના વિસ્તરણનું સાક્ષી બની રહી હતી, ત્યારે આપણા સમ્રાટ અશોકે અહીં શાંતિનો માર્ગ પસંદ કર્યો. આ આપણા વારસાની એ જ તાકાત છે, જે ભારતને આજે દુનિયાને કહેવા માટે પ્રેરણા આપ છે કે ભવિષ્ય યુદ્ધમાં નહીં, પણ બુદ્ધમાં રહેલું છે.’
તમને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભુવનેશ્વરમાં ૧૮મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. આ વખતે કોન્ફરન્સનો વિષય `વિકસિત ભારતમાં NRI નું યોગદાન` છે. આ કોન્ફરન્સમાં ૫૦થી વધુ દેશોના NRI ભાગ લેશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડિયન એક્સપ્રેસ ટ્રેનને પણ લીલી ઝંડી આપી હતી. આ ટ્રેન NRIs ને ભારતના ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોની મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે.