પ્રાણપ્રતિષ્ઠાની પહેલી વર્ષગાંઠ પર અયોધ્યાના રામ મંદિરમાં ત્રણ દિવસનો મહોત્સવ
યોગી આદિત્યનાથ
અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલલાના વિગ્રહની પ્રાણપ્રતિષ્ઠાને એક વર્ષ પૂરું થવા પર વાર્ષિક સમારોહ પ્રતિષ્ઠા દ્વાદશીના રૂપે મનાવવામાં આવશે અને ૧૧થી ૧૩ જાન્યુઆરી સુધી વિભિન્ન આયોજન દ્વારા રામલલા પ્રતિ શ્રદ્ધા અર્પિત કરવામાં આવશે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ૧૧ જાન્યુઆરીએ ૧૧ વાગ્યે રામલલાનો અભિષેક કરશે. તેઓ એ દિવસે ૭ કલાક માટે અયોધ્યામાં રહેશે. આ સમારોહમાં દેશભરના ૧૭૦ સંત અને ધર્માચાર્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. અયોધ્યાનાં ૩૭ જાતિ મંદિરોના સંત-મહંતને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ત્રણ દિવસ થનારા આ કાર્યક્રમમાં ઉષા મંગેશકર, કુમાર વિશ્વાસ, માલિની અવસ્થી, અનુરાધા પૌડવાલ, કવિતા પૌડવાલ, સ્વાતિ મિશ્રા અને કથક નૃત્યાંગના શોભના નારાયણ પ્રસ્તુતિ આપશે.