જન સુરાજ પાર્ટીના પ્રશાંત કિશોરનો પડકાર-બિહારના અપરાધીઓ મને જાણતા નથી, ઊલટા લટકાવી દઈશ અને કોઈને ખબર પણ નહીં પડે
ગઈ કાલે ગયામાં એક ચૂંટણીસભાને સંબોધતા પ્રશાંત કિશોર.
બિહાર વિધાનસભાની ચાર બેઠકો પર થઈ રહેલી પેટાચૂંટણીમાં પોતાના ઉમેદવારોને ઉતારનારા નવીસવી જન સુરાજ પાર્ટીના નેતા પ્રશાંત કિશોરે બિહારના અપરાધીઓને ધમકી આપી છે કે તેઓ તેમને ઊલટા લટકાવી દેશે અને કોઈને ખબર પણ નહીં પડે.
તરારી વિધાનસભા ક્ષેત્રમાં જન સુરાજ પાર્ટીનું પોસ્ટર ફાડી નાખવાના મુદ્દે પ્રશાંત કિશોરે ગુસ્સામાં પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘બિહારના અપરાધીઓ પ્રશાંત કિશોરને જાણતા નથી. હું ડરવાવાળો નથી. હું પોલીસ-પ્રોટેક્શન વિના ચાલું છું. એવા-એવા સેંકડો અપરાધીઓને ઊલટા ટાંગી દઈશ કે એની ખબર પણ નહીં પડે. બિહારમાં જો કોઈ પાર્ટીનો હેડ જીતે છે તો તે ચાર ગનમેનને લઈને ફરે છે, પણ હું છેલ્લાં બે વર્ષથી પગપાળા પ્રવાસ કરું છું અને સાથે એક પણ સિક્યૉરિટીમૅન નથી.’
ADVERTISEMENT
વિધાનસભ્યો લોકસભામાં જીત્યા એટલે પેટાચૂંટણી
બિહારમાં રામગઢ, ઇમામગંજ, બેલાગંજ અને તરારી બેઠકોના વિધાનસભ્યો લોકસભાની ચૂંટણીમાં ચૂંટાઈ આવતાં તેમણે રાજીનામાં આપતાં આ બેઠકો ખાલી પડી છે અને આ બેઠકો
પર ૧૩ નવેમ્બરે પેટાચૂંટણી થવાની છે. ૨૩ નવેમ્બરે રિઝલ્ટ જાહેર થશે.