દરરોજ તિથિ મુજબ બે કે ત્રણ ઘડા પાણી વધારીને લેવામાં આવે છે
પ્રમોદગિરિ મહારાજ
પ્રયાગરાજમાં મહાકુંભ માટે દેશના ખૂણે-ખૂણેથી નાગા સાધુઓ પહોંચી રહ્યા છે અને તેઓ હઠ યોગની કઠોર તપસ્યાનું પ્રદર્શન કરતા જોવા મળે છે. એવામાં શંભુ પંચાયતી અટલ અખાડાના પ્રમોદગિરિ મહારાજે સવારે ૪ વાગ્યે ઊઠીને શિયાળાની કડકડતી ઠંડીમાં ૬૧ ઘડા ભરેલા પાણીથી સ્નાન કર્યું હતું. આમ તો આ રસમ ૪૧ દિવસ સુધી રોજ કરવાની હોય છે, પણ મહાકુંભમાં જગ્યા અને સમયના અભાવે આ રસમ માત્ર ૨૧ દિવસ કરવામાં આવશે. આ અનોખા અનુષ્ઠાનના પહેલા દિવસે ૫૧ ઘડા ભરેલા પાણીથી શરૂઆત કરવામાં આવી હતી. એ પછી દરરોજ તિથિ મુજબ બે કે ત્રણ ઘડા પાણી વધારીને લેવામાં આવે છે. ગઈ કાલે પ્રમોદગિરિ મહારાજે ૬૧ ઘડા પાણીથી સ્નાન કર્યું હતું.