૭૦ વિધાનસભ્યો ધરાવતી દિલ્હી વિધાનસભામાં સરકાર રચવા માટે ૩૬ બેઠકો પર જીત મળવી જરૂરી છે.
પ્રતીકાત્મક તસવીર
ચૂંટણીપંચે દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખ ગઈ કાલે જાહેર કરી હતી અને એ મુજબ પાંચમી ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન કરવામાં આવશે અને આઠમી ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. ૭૦ વિધાનસભ્યો ધરાવતી દિલ્હી વિધાનસભામાં સરકાર રચવા માટે ૩૬ બેઠકો પર જીત મળવી જરૂરી છે.
દિલ્હીમાં ૧૧ જિલ્લાની કુલ ૭૦ બેઠકો પૈકી ૫૮ બેઠકો જનરલ કૅટેગરીની છે, જ્યારે ૧૨ બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે. દિલ્હીમાં મતદારોની સંખ્યા ૧.૫૫ કરોડ છે એમાં ૮૩.૪૯ લાખ પુરુષ અને ૭૧.૭૪ લાખ મહિલા મતદારો અને ૨૫.૮૯ લાખ યુવા વોટર્સ છે.