Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Air Indiaની ફ્લાઇટમાં મહિલા પર પેશાબ કરનાર સામે પોલીસે નોંધી FIR

Air Indiaની ફ્લાઇટમાં મહિલા પર પેશાબ કરનાર સામે પોલીસે નોંધી FIR

Published : 05 January, 2023 01:21 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નશામાં ધૂત વ્યક્તિની ધરપકડ કરવા માટે પોલીસે બનાવી છે અનેક ટીમો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એર ઈન્ડિયા (Air India)ની ફ્લાઈટમાં એક શમજનક ઘટના બની હતી. નશામાં ધૂત વ્યક્તિએ મહિલા મુસાફર પર પેશાબ કરતા હોબાળો મચી ગયો હતો. દિલ્હી પોલીસ (Delhi Police)એ આરોપી વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને તેને પકડવા માટે અનેક ટીમો પણ કાર્યરત કરી છે.


સૂત્રોના જણાવ્યા અનુસાર, મહિલા પ્રવાસી પર પેશાબ કરનાર આરોપી મુંબઈનો રહેવાસી છે. તેનું નામ શેખર મિશ્રા જણાવવામાં છે. તેની ઉંમર વર્ષની આલગભગ ૪૦થી ૫૦ વર્ષની આસપાસ છે. આરોપીઓને પકડવા માટે અનેક ટીમો બનાવવામાં આવી છે. આ મામલે કાર્યવાહી કરતા એર ઈન્ડિયાએ પણ આરોપી પર ૩૦ દિવસનો પ્રતિબંધ લાદ્યો છે.



આ પણ વાંચો - Air India Express પ્લેનમાં મળ્યો સાપ, કેરળથી દુબઈ પહોંચી હતી ફ્લાઈટ


૨૬ નવેમ્બરે ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટના બિઝનેસ ક્લાસમાં બેઠેલી મહિલા પેસેન્જર પર નશામાં ધૂત પુરુષ મુસાફરે પેશાબ કર્યો હતો. પોલીસે તેની સામે આઈપીસીની ધારા ૩૫૪, ૨૯૪, ૫૦૯ અને ૫૧૦ હેઠળ કેસ નોંધ્યો છે.

રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આ બાબતને ધ્યાનમાં લીધી છે. આયોગના અધ્યક્ષ રેખા શર્માએ દિલ્હી પોલીસ કમિશનરને પત્ર લખીને સંબંધિત કાયદાની જોગવાઈઓ હેઠળ આ મામલે તાત્કાલિક કેસ નોંધવા અને વૃદ્ધ મહિલાને માનસિક આઘાત પહોંચાડનારા દોષિતો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. તેમજ આયોગે સાત દિવસમાં આ મામલામાં લેવાયેલી વિગતવાર કાર્યવાહીની માહિતી માંગી છે.


આ પણ વાંચો - તાતા સન્સે કરી ઍર ઈન્ડિયા અને `વિસ્તારા`ના મર્જરની જાહેરાત

આ બાબતે મહિલાએ પહેલેથી જ ફરિયાદ નોંધાવી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.

Whatsapp-channel Whatsapp-channel

05 January, 2023 01:21 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK