ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ (જલંધર રૅન્જ) સ્વપન શર્માએ કહ્યું હતું કે ‘એક વેહિકલમાંથી હથિયાર અને ડઝનેક લાઇવ કાર્ટિજ મળી આવ્યા બાદ એક એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો હતો.
અમ્રિતસરમાં ગઈ કાલે અમ્રિતપાલની તપાસમાં વાહનો ચેક કરી રહેલી પોલીસ.
અમ્રિતપાલ સિંહ અને તેના સાથીઓની વિરુદ્ધ ત્યજી દેવામાં આવેલા એક વેહિકલમાંથી હથિયારની રિકવરી તેમ જ જલંધરમાં પોલીસ બૅરિકેડ્સને તોડીને આગળ વધવા બદલ એમ બે મામલે બે એફઆઇઆર દાખલ કરવામાં આવ્યા છે. અમ્રિતપાલ દ્વારા ત્યજી દેવામાં આવેલી કારમાંથી ખાલિસ્તાની આતંકવાદી જર્નલ સિંહ ભિંદ્રનવાલેનો એક ફોટો, એક રાઇફલ, એક પ્રાઇવેટ વૉકી-ટૉકી, ૫૭ લાઇવ કાર્ટિજ, એક તલવાર તેમ જ અનેક રજિસ્ટ્રેશન નંબર પ્લેટ્સ મળી આવી હતી. જલંધરના શાહકોટના સલેમા ગામમાંથી આ કાર મળી આવી હતી. ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ (જલંધર રૅન્જ) સ્વપન શર્માએ કહ્યું હતું કે ‘એક વેહિકલમાંથી હથિયાર અને ડઝનેક લાઇવ કાર્ટિજ મળી આવ્યા બાદ એક એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો હતો.’ બીજો કેસ જલંધરમાં અમ્રિતપાલ અને તેના સાથીઓ પોલીસ બૅરિકેડ્સ તોડીને આગળ વધ્યા હતા એ બદલ દાખલ કરવામાં આવ્યો હતો.