વડા પ્રધાન મોદીએ ફોન કરીને જગ્ગી વાસુદેવના ખબરઅંતર પૂછીને પછી સોશ્યલ મીડિયામાં પણ શુભેચ્છા પાઠવતાં સદ્ગુરુએ આમ કહ્યું
સદ્ગુરુ જગ્ગી વાસુદેવની તસવીર
ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક સદ્ગુરુ જગ્ગી વાસુદેવની બ્રેઇન સર્જરી બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ખબર પૂછવા ફોન કરીને વાતચીત કરી હતી. ત્યાર બાદ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ‘ઍક્સ’ પર વડા પ્રધાને તેમને જલદી સાજા થઈ જવાની શુભકામના આપી હતી. વડા પ્રધાને આ પ્રકારે પહેલાં ફોનથી વાતચીત કરી અને ત્યાર બાદ પોસ્ટ મૂકી એથી ગદ્ગદ થયેલા ૬૬ વર્ષના સદ્ગુરુએ પણ ઍક્સ પર લખ્યું હતું કે ‘પ્રધાનમંત્રીજી, તમારે મારી ચિંતા ન કરવી જોઈએ. તમારા પર આખા રાષ્ટ્રની જવાબદારી છે. તમારી શુભકામનાથી અભિભૂત છું, જલદી સાજો થઈ જઈશ.’

