વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સામુદાયિક કાર્યક્રમ માટે મુંબઈ આવે અને કદાચ ત્યારે જ તેઓ વંદે ભારતને લીલી ઝંડી બતાવે તેવી શક્યતા છે.
નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi) સીએસએમટી (CSMT)થી વંદે ભારતને લીલી ઝંડી બતાવે તેવી શક્યતા છે. CSMT- સાઈ નગર શિરડી અને સોલાપુર- CSMT વચ્ચે બે વંદે ભારત એક્સપ્રેસ (Mumbai shirdi solapur vande bharat)ને પરવાનગી આપી દીધી છે. વડાપ્રધાન મોદી એક સામુદાયિક કાર્યક્રમ માટે મુંબઈ પહોંચશે.
વંદે ભારત એક્સપ્રેસ ચાલવાથી મુંબઈથી સોલાપુરનો પ્રવાસ માત્ર સાડા છ કલાકનો થશે. હાલ સિદ્ધેશ્વર એક્સપ્રેસ મુંબઈથી સોલાપુરનું અંતર કાપવામાં માત્ર આઠ કલાકનો સમય લે છે. સાથે જ સીએસએમટી- સાઈ નગર શિરડી વંદે ભારત એક્સપ્રેસ પણ પાંચ કલાક 55 મિનિટનો પ્રવાસ કરશે.
ADVERTISEMENT
વંદે ભારતનું નિર્માણ ચેન્નઈની ઈન્ટીગ્રલ કોચ ફેક્ટ્રીમાં કરવામાં આવી રહ્યું છે. આ કોચ જીપીએસ આધારિત ઑડિયો વિઝ્યુઅલ એટલે કે પ્રવાસી સૂચના પ્રણાલીથી લેસ હશે. પ્રત્યેક `વંદે ભારત એક્સપ્રેસ`માં 16 એસી કોચ છે. તો એક ટ્રેનની પ્રવાસી ક્ષમતા 1,128 છે.
સીએસએમટી-સાઈ નગર શિરડી વંદે ભારત એક્સપ્રેસ અઠવાડિયામાં છ દિવસ (ગુરુવાર સિવાય) પ કલાક 55 મિનિટના યાત્રા સમય સાથે દોડશે. આ સીએસએમટીથી સાંજે 6.30 વાગ્યે રવાના થશે અને બપોરે 12 વાગ્યે શિરડી પહોંચશે. આ ટ્રેન દાદર, થાણે અને નાસિક રોડ પર રોકાશે.
આ પણ વાંચો : BBC ડૉક્યુમેન્ટરી પર પ્રતિબંધને પડકાર: સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવા સંમત,જાણો વિગત
આ દરમિયાન, સોલાપુર-સીએસએમટી વંદે ભારત એક્સપ્રેસ બુધવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ દોડશે. આ સોલાપુરથી સવારે 6.50 વાગ્યે રવાના થશે અને બપોરે 12.35 વાગ્યે સીએસએમટી પહોંચશે. આ દાદર, થાણે, લોનાવલા, પુણે, કુર્દુવાડીમાં રોકાશે.