Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > લાલ કૃષ્ણ અડવાણીના જન્મદિવસે PM મોદીએ ઘરે પહોંચી આપી વધામણી, રાજનાથ સિંહ પણ સાથે

લાલ કૃષ્ણ અડવાણીના જન્મદિવસે PM મોદીએ ઘરે પહોંચી આપી વધામણી, રાજનાથ સિંહ પણ સાથે

Published : 08 November, 2022 12:21 PM | Modified : 08 November, 2022 03:59 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ પહેલા રક્ષા મંત્રી (Defence Minister) રાજનાથ સિંહે (Rajnath Singh) પણ અડવાણીના ઘરે પહોંચી તેમને જન્મદિવસની વધામણી આપી.

તસવીર સૌજન્ય પીટીઆઇ

તસવીર સૌજન્ય પીટીઆઇ


બીજેપીના (BJP- Bharatiya Janata Party) વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીનો (L K Advani) આજે જન્મદિવસ (Birthday) છે. તેઓ 95 વર્ષના થઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) લાલ કૃષ્ણ અડવાણીના (L K Advani) જન્મદિવસે તેમને વધામણી આપવા તેમના ઘરે પહોંચ્યા. આ પહેલા રક્ષા મંત્રી (Defence Minister) રાજનાથ સિંહે (Rajnath Singh) પણ અડવાણીના ઘરે પહોંચી તેમને જન્મદિવસની વધામણી આપી.


પીએમ મોદી લગભગ અડધા કલાક સુધી લાલ કૃષ્ણ અડવાણીના ઘરે રહ્યા. તેમણે જન્મદિવસની વધામણી આપી. પીએમ મોદીએ આ દરમિયાન લાલ કૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા. અડવાણીના જન્મદિવસે પીએમ મોદી દર વર્ષે તેમને વધામણી આપવા પહોંચે છે. તેમના આશીર્વાદ લે છે.




રાજનાથ સિંહે આપી વધામણી
રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરીને કહ્યું, "શ્રદ્ધેય લાલ કૃષ્ણ અડવાણીને તેમના જન્મદિવસે અનેક શુભેચ્છાઓ. તેમની ગણતરી ભારતીય રાજનીતિના કદાવર નેતાઓમાં થાય છે. દેશ, સમાજ અને દળની વિકાસ યાત્રામાં તેમનું ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. હું તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ હોવાની કામના કરું છું."


સિંધ પ્રાંતમાં થયો હતો જન્મ
લાલકૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બર 1927ના અવિભાજિત ભારતના સિંધ પ્રાંતમાં થયો હતો. તેમના પિતાનું નામ કૃષ્ણચંદ ડી અડવાણી અને માનું નામ જ્ઞાની દેવી હતું. પાકિસ્તાનના કરાચીમાં તેમણે પોતાનું શાળાકીય શિક્ષણ પૂરું કર્યું. પછીથી તેમણે સિંધમાં કૉલેજમાં એડમિશન લીધું. જ્યારે દેશનું વિભાજન થયું તો તેમનો પરિવાર મુંબઈ આવી ગયો હતો. અહીં તેમણે કાયદાનું શિક્ષણ મેળવ્યું. અડવાણી જ્યારે 14 વર્ષના હતા ત્યારે સંઘ સાથે જોડાયા.

1951માં તેઓ શ્યામા પ્રસાદ મુખર્જી દ્વારા સ્થાપિત જનસંઘ સાથે જોડાયા. 1977માં તેઓ જનતા પાર્ટી સાથે જોડાયા. તે બીજેપીના સંસ્થાપક સભ્ય છે. બીજેપી સાતે અડવાણીએ ભારતીય રાજનીતિનો ધારો બદલી દીધો. અડવાણીએ આધુનિક ભારતમાં હિંદુત્વની રાજનીતિથી પ્રયોગ કર્યો. તેમનો આ પ્રયોગ સફળ રહ્યો. ભારતીય જનતા પાર્ટી 1984માં 2 સીટના સફરથી શરૂઆથ કરીને 2014માં પૂર્ણ બહુમતમાં પહોંચી ગઈ.

આ પણ વાંચો : LK Advani Birthday:પીએમ મોદી સહિત નેતાઓએ અડવાણીને ઘરે જઈ પાઠવી જન્મદિવસની શુભેચ્છા

1990માં કાઢી હતી રથયાત્રા
અડવાણીએ 25 સપ્ટેમ્બર 1990ના રામમંદિર નિર્માણ માટે સમર્થન મેળવવા માટે સોમનાથથી રથયાત્રા શરૂ કરી દીધી. આ રથયાત્રા ખૂબ જ ચર્ચામાં રહી. અડવાણી પોતાના જોશીલા અને તેજસ્વી ભાષણોને કારણે હિન્દુત્વના નાયક બન્યા. તે અનેકવાર બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. અડવાણી 2002થી 2004 સુધી દેશના નાયબ વડાપ્રધાન પણ રહ્યા.

Whatsapp-channel Whatsapp-channel

08 November, 2022 03:59 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK