Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મન કી બાતમાં પીએમ મોદીએ તાંઝાનિયાના ડાન્સરની વાત કરી તે કોણ છે? જાણો

મન કી બાતમાં પીએમ મોદીએ તાંઝાનિયાના ડાન્સરની વાત કરી તે કોણ છે? જાણો

Published : 27 February, 2022 01:45 PM | Modified : 28 February, 2022 07:34 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કિલી અને નીમા એ તાંઝાનિયાની ભાઈ-બહેનની જોડી છે જેમણે તેમના ઓન-પોઈન્ટ લિપ-સિંક વીડિયો અને ગ્રૂવી કોરિયોગ્રાફી વડે નેટીઝન્સનું દિલ જીતી લીધું છે.

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( ફાઈલ ફોટો)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( ફાઈલ ફોટો)


વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra modi)એ આજે ​​`મન કી બાત` (Man Ki Baat)માં તાંઝાનિયાના ટિકટોક સ્ટાર્સ કિલી (kili paul) અને નીમા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું, "ભારતીય સંસ્કૃતિ અને આપણા વારસા વિશે વાત કરતાં, આજે હું તમને `મન કી બાત`માં બે લોકોનો પરિચય કરાવવા માંગુ છું. આ દિવસોમાં તાંઝાનિયાના ભાઈ-બહેન કિલી પોલ  અને તેની બહેન નીમા ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર ખૂબ ચર્ચામાં છે. અને મને ખાતરી છે કે તમે પણ તેમના વિશે સાંભળ્યું જ હશે.વડા પ્રધાન આગળ કહે છે કે, કીલી પૉલ અને નીમાને ભારતીય સંગીત પ્રત્યે પૅશન છે અને તેથી જ તેઓ ખૂબ લોકપ્રિય પણ છે.પીએમ મોદીના સંબોધનની વાત સાથે જ દરેકના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે આખરે કોણ છે આ કિલી પોલ અને તેની બહેન નીમા? તેઓ શું કરે છે કે શા માટે તેઓ ભારતમાં આટલા લોકપ્રિય છે?`.


તાન્ઝાનિયાના ભાઈ અને બહેન કોણ છે?



કિલી અને નીમા એ તાંઝાનિયાની ભાઈ-બહેનની જોડી છે જેમણે તેમના ઓન-પોઈન્ટ લિપ-સિંક વીડિયો અને ગ્રૂવી કોરિયોગ્રાફી વડે નેટીઝન્સનું દિલ જીતી લીધું છે. કીલીની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ તેને ડાન્સર તરીકે વર્ણવે છે. કીલી પોલના ઈન્સ્ટાગ્રામ પર 2.6 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તે જ સમયે તેની બહેન નીમા પોલને 259 હજાર લોકો ફોલો કરે છે.


તમને ખ્યાતિ કેવી રીતે મળી?
તાંઝાનિયાના ભાઈ-બહેન કિલી પોલ અને નીમા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર હિન્દી ગીતો પર લિપ્સિંગ વીડિયો અને ડાન્સ વીડિયો શેર કરતા રહે છે. કેટલાક દિવસો પહેલા કીલી પોલ અને તેની બહેન નીમા, પરંપરાગત માસાઈ ડ્રેસ પહેરીને, ફિલ્મ `શેરશાહ` ના ગીત `રાતા લાંબિયા` પર તેમના લિપ્સિંકનો એક વીડિયો શેર કર્યો હતો. લોકોને લિપ્સિંગ અને તેની ડાન્સ સ્ટાઇલ પસંદ આવી અને આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થવા લાગ્યો. ત્યારથી, ભાઈ-બહેનની જોડી ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ.


ભારતે ભાઈ-બહેનની જોડીનું સન્માન કર્યું
આફ્રિકન દેશ તાન્ઝાનિયાના ડાન્સિંગ સ્ટાર કીલી પોલનું તાજેતરમાં તાન્ઝાનિયા સ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ભારતના હાઈ કમિશનના રાજદ્વારી બિનયા પ્રધાને ફોટો શેર કરીને આ અંગેની માહિતી આપી હતી.

Whatsapp-channel Whatsapp-channel

28 February, 2022 07:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK