PM Narendra Modi meets Lal Krishna Advani: અડવાણીને મળ્યા બાદ પીએમ મોદી બીજેપીના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે પણ મુલાકાત કરવા માટે જવાના છે.
નરેન્દ્ર મોદી અને લાલ કૃષ્ણ અડવાણીની ફાઇલ તસવીર
લોકસભાની ચૂંટણીમાં 292 બેઠક જીત્યા બાદ દેશના જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં એનડીએના દરેક રાજકીય પક્ષોના નેતાઓની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં નરેદ્ર મોદીને એનડીએના નેતા તરીકે નુમણૂક કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં એનડીએના (PM Narendra Modi meets Lal Krishna Advani) અનેક મોટા નેતાઓ મળીને સરકાર બનાવવાની તૈયારીમાં છે. જેથી નેતા તરીકે પસંદ થયાના તરત જ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણીના ઘેર પહોંચીને તેમની મુલાકાત લીધી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ આડવાણી સાથે મુલાકાત કરીને તેમનો આશીર્વાદ પણ લીધો હતો. આ સાથે પીએમ મોદીએ અડવાણીના (PM Narendra Modi meets Lal Krishna Advani) હાલચાલ પણ પૂછ્યા હતા. અડવાણીને મળ્યા બાદ પીએમ મોદી બીજેપીના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે પણ મુલાકાત કરવા માટે જવાના છે.
ADVERTISEMENT
પીએમ મોદીને શુક્રવારે યોજાયેલી બેઠકમાં એનડીએના સંસદીય દળના નેતા તરીકે ત્રીજી વખત પસંદ કરવામાં આવ્યા છે. પીએમ મોદી તેમના ત્રીજા કાર્યકાળમાં નવમી જૂને સાંજે છ વાગ્યે વડા પ્રધાન પદની શપથ લઈ શકે છે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે જ મોદી સતત ત્રીજી વાર ભારતના વડા પ્રધાન (PM Narendra Modi meets Lal Krishna Advani) બનનાર દેશના બીજા નેતા બની જશે. આ પહેલા પંડિત જવાહરલાલ નહેરુ સતત ત્રણ વખત દેશના વડા પ્રધાન બન્યા હતા.
View this post on Instagram
લોકસભાની ચૂંટણી જાહેર થઈ અને તે પહેલા પણ પીએમ મોદીએ અનેક વખત લાલ ક્રુષ્ણ આડવાણી અને મુરલી મનોહર જોશી સાથે મુલાકાત કરી હતી. આ પહેલા જ્યારે આડવાણીને ભારત રત્ન આપવામાં આવ્યું હતું, ત્યારે પણ મોદી તેમના નિવાસસ્થાને ગયા ગયા હતા. 96 વર્ષના આડવાણી બીજેપીના સ્થાપક સભ્યોમાંના એક છે. તેઓ અટલ બિહારી વાજપેયીની (PM Narendra Modi meets Lal Krishna Advani) સરકારમાં નાયબ વડા પ્રધાન પણ રહી ચૂક્યા છે. 90 વર્ષના મુરલી મનોહર જોશી પણ બીજેપીના સ્થાપક સભ્યોમાંના એક છે. આડવાણી અને જોશી રામ જન્મભૂમિ આંદોલનમાં સૌથી આગળ પણ હતા.
છેલ્લા 10 વર્ષમાં મોદીએ આડવાણી સાથે મળવાનું એકપણ મોકો છોડ્યો નથી. 2014 અને 2019માં જ્યારે મોદી પ્રધાનમંત્રી બન્યા તે પછી આડવાણી (PM Narendra Modi meets Lal Krishna Advani) સાથે મળવા ગયા હતા અને તેમનો આશીર્વાદ લીધો હતો. મોદી આડવાણીને પોતાના રાજકીય ગુરુ માને છે અને અનેક પ્રસંગે તે તેમનો ઉલ્લેખ કરે છે. આડવાણીનો બીજેપીને અહીં સુધી પહોંચાડવામાં જેવો ફાળો છે, તેવો જ નરેન્દ્ર મોદીના સફરમાં પણ છે. આડવાણી અનેક પ્રસંગે મોદીના માટે ઢાલ બનીને ઉભા રહ્યા છે.